અંતે જમીન વિકાસ નિગમને તાળા મારવાનો સરકારનો નિર્ણય

શું કહ્યું આર.સી.ફળદુએ?

અંતે જમીન વિકાસ નિગમને તાળા મારવાનો સરકારનો નિર્ણય

mysamachar.in-ગાંધીનગર :

તાજેતરમાં જમીન વિકાસ નિગમના એક પછી એક કૌભાંડ બહાર આવતા ગુજરાત સરકાર પર ભારે પસ્તાળ પડી હતી અને ખેત-તલાવડીના નામે માત્ર કાગળ પર યોજના બનાવીને મોટા પાયે ભ્રષ્ટાચારના એક પછી એક કૌભાંડો બહાર આવ્યા હતા, તેવામાં વધુ ગેરરીતિ રોકવા માટે આ નિગમને બંધ કરવાનો અંતે સરકારે નિર્ણય કર્યો છે,

ગાંધીનગર જમીન વિકાસ નિગમમાં એ.સી.બી.દ્વારા દરોડા પાડવામાં આવતા કચેરીમાંથી લાખોની રોકડ રકમ સહિત અધિકારીઓને દબોચી લેવામાં આવ્યા હતા,ત્યારબાદ વધુ તપાસતા અંતે જમીન વિકાસ નિગમ દ્વારા ગુજરાતભરમાં ખેત-તલાવડીના નામે આચરવામાં આવેલા એક પછી એક કૌભાંડો બહાર આવતા લાગતાં વ્યાપક ફરિયાદો થવા પામી હતી અને ગુજરાત સરકાર પર બદનામીનો બટ્ટો લાગ્યો હતો,

રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સમક્ષ પણ જણાવ્યુ હતું કે,ગેરરીતિને રોકવા માટે નિગમ બંધ કરવાનો નિર્ણય લીધો છે,પરંતુ કામગીરી પર કોઈ  અસર જોવા નહીં મળે સરકારની સંબંધીત વિભાગમાં આ નિગમ હેઠળ ચાલતી યોજનાકીય કામગીરી સોંપવામાં આવશે તેવું જણાવ્યુ હતું,

દરમ્યાન રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે અને કર્મચારીઓને અન્ય વિભાગમાં સમાવેશ કરવાની તજવીજ હાથ ધરાશે.