My samachar.in:-જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે, મુખ્યમંત્રીએ આ વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે, આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, મુખ્યમંત્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.20(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(જામનગર) નો સમાવેશ થાય છે..
જામનગર મહાનગરપાલિકાની ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નંબર 20 અને 21 રાજ્ય સરકાર દ્વારા મુસદ્દારૂપ ટી.પી તરીકે મંજુર કરવામાં આવેલ છે. આ ટી.પી સ્કીમ તાજેતરમાં મંજુર થયેલ ટીપી સ્કીમ નંબર 11 ને સંલગ્ન વિસ્તાર તરીકે આવેલ છે મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી તેમજ મનપાના પદાધિકારીઓ તથા સિટી એન્જિનિયર ભાવેશ ભાઈ જાની અને ટીપી ડીપી વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મુકેશભાઈ ગોસાઈની ટીમના પ્રયત્નોથી મહાનગરપાલિકા જામનગરની રજુ કરેલ ચાર ટીપી સ્કીમો પૈકી ત્રણ ટીપી સ્કીમોના રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.જેને કારણે જામનગર શહેરને મોટો લાભ આવનાર સમયમાં મળશે તેમ નિષ્ણાતો જણાવે છે..
-ટીપી સ્કીમ નંબર 20
આ ટીપી કે જેનો એરીયા હાપા રેલવે સ્ટેશન પાછળનો વિસ્તાર તથા સ્વામિનારાયણ ગુરુકુળ સુધી આવેલ ઓવર બ્રિજ સુધીના વિસ્તારમાં કુલ 205.23 હેક્ટર માં આ ટી.પી સ્કીમ ફેલાયેલ છે. આ ટીપી સ્કીમમાં બાગ બગીચા માટે આવાસ યોજના માટે તથા ખુલ્લી જમીનો અને જાહેર સુવિધા માટેના કુલ 27 પ્લોટ ઉપલબ્ધ થયેલ છે જે આવનારા દિવસોમાં શહેરનો વિકાસ અને પબ્લિકની જાહેર સુવિધા તથા સુખાકારી માટે તે ઉપયોગી બનશે ઉપરાંત આ ટી.પી સ્કીમ માં 75 મીટર, 45 મીટર, 30 મીટર અને 18 મીટર તથા 12 મીટર પહોળા ટીપી તથા ડી પી રોડ ભવિષ્યમાં પબ્લિક પરિવહન માટે ખુલ્લા થશે.
-ટીપી સ્કીમ નંબર 21
આ ટીપી સ્કીમ કે જે મહાપ્રભુજી બેઠક થી ઠેબા ચોકડી જતા sentossa greens સોસાયટી સામેથી શરૂ કરી બરાડી પેટ્રોલ પમ્પ ઠેબા ચોકડી પીવીઆર સિનેમા સામેના વિસ્તાર અને જેટકો પાવર સ્ટેશન ઠેબા સુધીના વિસ્તારનો આ ટીમમાં સમાવેશ થાય છે આ ટીપી સ્કીમમાં કુલ 164.27 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં બાગ બગીચાના પાંચ, આવાસ યોજનાના 6, ખુલ્લી જમીનના 6 પ્લેગ્રાઉન્ડ માટે એક તથા જાહેર સુવિધા માટેના સાત પ્લોટ અને રેસિડેન્સીયલ તથા કોમર્શિયલ વેચાણ માટે મહાનગરપાલિકાને આઠ પ્લોટ મળશે આ તમામ પ્લોટ મળી કુલ 32.5 હેક્ટર જમીન મહાનગરપાલિકાને જાહેર સુવિધા તથા પબ્લિક સુખાકારી માટે ઉપલબ્ધ થશે ઉપરાંત 75 મીટર 60 મીટર 30 મીટર 24 મીટર તથા 18 અને 15 મીટર ના પબ્લિક પરિવહન માટેના રસ્તાઓ ઉપલબ્ધ થનાર છે.