સાંસદ પૂનમબેને આપી ઇન્ટરસીટી ટ્રેનના સ્ટોપને લીલી ઝંડી

સાંસદ પૂનમબેને આપી ઇન્ટરસીટી ટ્રેનના સ્ટોપને લીલી ઝંડી

Mysamachar.in-જામનગર:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે જામનગર-સુરત-જામનગર ઇન્ટરસીટી ટ્રેનને સ્ટોપ અપાવતા જામવણથલી સહિત આજુબાજુના વીસેક જેટલા ગામ ને આ ટ્રેનનો લાભ મળશે,

રવિવારે મોડીરાત્રીના ઇન્ટરસીટી ટ્રેનના સ્ટોપેજ નો શુભારંભ કરાવતી વખતે સાંસદ પૂનમબેન માડમએ ખુબ મોટી સંખ્યામા કડકડતી ઠંડીમાં હાજર રહેલા સૌ ગ્રામજનને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત ઓખા થી મુંબઈ સુધી નવી ટ્રેન શરૂ થાય તે માટે લોકોની માંગણી હોય આ માટે લોકોને આ ટ્રેનની સુવિધાનો લાભ મળે તે માટે સાંસદ પૂનમબેન દ્વારા રેલ્વે વિભાગ સાથે વાટાઘાટા કરીને પ્રયાસો હાથ ધર્યા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.