૭૦ હજાર આપ નહિતર તારા પર થશે રેતી ચોરીનો કેસ 

ખાણ ખનીજ વિભાગ પર આક્ષેપ

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં ખાસ કરીને ધ્રોલ-જોડીયા વિસ્તારમાં રેતીની ખનીજ ચોરીનું મોટાપાયે રેકેટ ચાલતું હોય છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યાના સચોટ અહેવાલ Mysamachar.in છેલ્લા કેટલાય દિવસોથી પ્રકાશિત કરી રહ્યું છે,અને હજુ તો ગઇકાલે જ Mysamachar.in દ્વારા જે શખ્સો અધિકારીઑ નામ સામે ઉઘરાણા કરતાં હોવાના ચર્ચાઇ રહેલ નામો પ્રકાશિત કર્યા હતા,તે નામો  ક્યાકને ક્યાક સાચા હોય તેની તરફ ઈશારો કરતું એક નિવેદન સામે આવ્યું છે,

ગત સાંજના સમય અલીયાબાડા નજીક એક રેતી ભરેલ ડમ્પરના વિવાદ બાદ રેતીનું ડમ્પર ભરનાર વ્યકિતને પંચકોશી એ-ડીવીઝન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો,જ્યાં ઝડપાયેલ ડમ્પરચાલકનો ભાઈ ટીફીન લઈને પહોંચ્યો હતો અને તેને પંચકોશી એ-મથકના પટાંગણમાં જ ઝેરી દવા પી જઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા તાત્કાલિક હાજર પોલીસ સ્ટાફે તેને જી.જી. હોસ્પિટલ સારવાર માટે ખસેડયો હતો,

જી.જી. હોસ્પિટલ સારવારમાં ખસેડાયેલ મોડા ગામના જાડેજા દિવ્યરાજસિંહ દ્વારા જામનગરના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર કથિત પણ ગંભીર આક્ષેપો કર્યા છે, શું આક્ષેપો કર્યા છે તે સાંભળવા VIDEO ક્લીક કરો.

આક્ષેપો ખોટા છે: મેહુલ દવે, ખાણ ખનીજ અધિકારી

દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા જામનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઑ અને કર્મચારીઑ પર કરેલ કથિત આક્ષેપો અંગે અધિકારી મેહુલ દવેની ટેલિફોનિક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યુ હતું અને અલીયાબાડા નજીક બનેલી ઘટનામાં નિયમ મુજબની કાર્યવાહી કરી હોવાનો રાગાલાપ આપ્યો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.