યુવતી ગમી ગયા બાદ બાથમાં લેવા જતાં મચાવ્યો હંગામો..અને પછી..!

જાતીય સતામણીની કિસ્સો સામે આવ્યો

યુવતી ગમી ગયા બાદ બાથમાં લેવા જતાં મચાવ્યો હંગામો..અને પછી..!

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે.ત્યારે ખાનગી કંપનીથી માંડીને સરકારી નોકરી કરતી મહિલાઓ ક્યાકને ક્યાક જાતીય સતામણીનો શિકાર બનતી હોવાના બનાવો અટકવાનું નામ લેતા નથી.તેવામાં અમદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતી યુવતી પર એક શખ્સએ નજર બગાડીને બીભત્સ માંગણી કર્યા બાદ તાબે થવા માટે ઓફર કર્યાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યા બાદ છેડતી કરતા યુવતીએ ભારે હોબાળો મચાવી દેતા મામલો પોલીસમથકે પહોંચ્યો છે અને છેડતી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે,

આ કિસ્સાની વિગત જાણે એમ છે કે, ગાંધીનગરમાં રહેતી અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં ટેલીકોલર તરીકે નોકરી કરતી યુવતીએ તેમની કંપનીના માલિકના મિત્ર ભાવેશએ યુવતીને ૧૫ દિવસ પહેલા ફોન કરવા માટે વિઝીંટ કાર્ડ આપ્યા હતા અને બે દિવસથી કાર્ડ પરત માગતા હતા. ગઇકાલે ઓફિસમાં આવીને કાર્ડની માંગણી કરતાં યુવતીએ કાર્ડ આપ્યા હતા,

ત્યારબાદ થોડા કાર્ડ બાકી રહી ગયા હોવાથી યુવતી ભાવેશભાઈની ઓફિસમાં કાર્ડ આપવા માટે ગઇ હતી, આ સમયે તેઓએ સાંજે ૬ વાગ્યા પછી કોમ્પલેક્સ નીચે મળવાનું કહ્યું અને તારે જેટલા રૂપિયા જોઇએ તેટલા હું આપીશ. તને જ્યાં બોલાવું ત્યાં આવવાનું કહીને ખરાબ વર્તન કરીને યુવતીના બે હાથ પકડી પકડીને છેડતી કરવા લાગ્યા હતા. યુવતીએ વિરોધ કરીને બુમાબુમ કરતાં ઓફિસમાં ફરજ બજાવતી અન્ય યુવતીઓ દોડી આવી હતી,

ત્યારબાદ યુવતીએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં પોલીસ આવી પહોચી હતી. આ ઘટના અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ.એ આરોપી ભાવેશની ધરપકડ કરી છે, પકડાયેલા આરોપીએ તેના મિત્રને ઓફીસ ભાડે રાખી હતી જેમાં આ ઘટના બની હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.