યુવકે યુવતી પર દુષ્કર્મ આચરી વીડિયો ક્લીપ વાયરલ કરી

10 દિવસ ગોંધી રાખી

યુવકે યુવતી પર દુષ્કર્મ આચરી વીડિયો ક્લીપ વાયરલ કરી
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-મહેસાણાઃ

મહેસાણાના વિજાપુર તાલુકાના માઢી ગામના શખ્સે યુવતી સાથે દુષ્કર્મ આચરી મોબાઇલમાં વીડિયો ક્લીપ ઉતારી વાયરલ કર્યાની ઘટનાથી ભારે ચકચાર મચ્યો છે. નરાધમે યુવતીને ધમકી આપી તેણીને 10 દિવસ ગોંધી રાખી હતી. જો કે યુવતીએ યુવકની ચંગુલમાંથી છૂટ્યા બાદ લાડોલ પોલીસ મથકમાં દુષ્કર્મ તેમજ આઇટી એક્ટ સહિતનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ આરોપી યુવકની શોધખોળ હાથ ધરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.  બનાવની વિગત પ્રમાણે માઢી ગામમાં રહેતા સેનમા પરેશે તેના ઘરમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને તે સમયે તેના મોબાઇલમાં વીડિયો ક્લીપ ઉતારી વાયરલ કરી દીધી હતી. બાદમાં આ શખ્સે તેના ભાઇ સાગર તથા તેની માતા સજ્જનબેન સાથે મળી યુવતીને અજાણ્યા સ્થળે રૂમમાં 10 દિવસ ગોંધી રાખી હતી. નરાધમોએ યુવતીના કાનમાંથી સોનાની બે કડી કાઢી લીધી હતી. એટલું જ નહીં યુવતીના માતા, પિતાને જાનથી મારી નાખવાની અને બહેનને ઉપાડી જવાની ધમકી આપી યુવતીને મહેસાણા મોઢેરા ચોકડી નજીક ઉતારી આ શખ્સ ભાગી ગયો હતો. આ મામલે યુવતીની ફરિયાદ આધારે દુષ્કર્મ આચરનાર સેનમા પરેશ, તેના ભાઇ સાગર અને માતા સજ્જનબેન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.