દારુની હેરાફેરી માટે ગેસ સીલીન્ડરનો કરવામાં આવતો હતો ઉપયોગ

સીલીન્ડરમાં ફીટ કરવામાં આવ્યા ઢાંકણા

દારુની હેરાફેરી માટે ગેસ સીલીન્ડરનો કરવામાં આવતો હતો ઉપયોગ

Mysamachar.in-વલસાડ

જે બુટલેગરો ને દારૂની હેરફેર કરવી છે તે કોઈપણ નુશ્ખાં અપનાવી અને હેરાફેરી કરી જ લે છે, એવામાં સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લઇ આવવા અનેક આઇડિયા ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે,  દમણ પોલીસે બાતમીના આધારે કલેરીયા સોમનાથ લાલજી-મુલજી ટ્રાંસપોર્ટ નજીકથી બિનવારસી હાલતમાં ટેમ્પો મળતા અંદરથી એચપી ગેસના બાટલાઓ મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા સિલિંડરના પાછળના ભાગે બનાવેલા ઢાંકણને ખોલતા અંદરથી દારૂનો મોટો  જથ્થો મળી આવ્યો હતો.