ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, મૂર્તિઓનું નિર્માણ અને સ્થાપન કરનાર માટે આ છે નિયમો

દરવર્ષે આ રીતની માર્ગદર્શક સૂચનાઓ લગત તંત્ર જાહેર કરે છે.

ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, મૂર્તિઓનું નિર્માણ અને સ્થાપન કરનાર માટે આ છે નિયમો
file image

Mysamachar.in-જામનગર

ગણેશ મહોત્સવ નિમિતે શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે. પ્રિન્સીપાલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગર્વમેન્ટ ઓફ ગુજરાતના ડાયરેકશન મુજબ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ 1986 ના સેકશન-5 તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ નિયમો હેઠળ તેમજ આ અંગે વખતો વખત બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈન માર્ગદર્શિકા મુજબ આગામી ગણેશ મહોત્સવ અનુસંધાને શહેરમાં મૂર્તિઓનું નિર્માણ કરતા ધંધાર્થીઓ આસામીઓએ નીચે મુજબની સુચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહે છે,

ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા પંડાલો-આયોજકો-મંડળો વિગેરેએ ઉપર મુજબના પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવી તથા તેની સ્થાપના પણ ન કરવી. જેના કસુર કિસ્સાઓમાં આવી મૂર્તિઓ મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જામનગર મ્યુ.કમિશ્નર દ્વારા જાહેર કરેલ યાદીમાં જણાવ્યું છે.

-મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી-ગારાનો જ ઉપયોગ કરવાનો રહેશે.
-આ મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણયુકત (ટોકિસક) ન હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાનકર્તા ન હોય (બાયો ડીગ્રેડેબલ) તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે.
-મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ, પ્લાસ્ટિક કે થર્મોકોલનું મટીરીયલ્સ વાપરવું નહી.
-આ મૂર્તિઓના કલર કામ-શણગારમાં ટોકિસક અને નોન બાયો ડીગ્રેડેબલ કેમીકલ ડાઈનો ઉપયોગ કરવો નહી.
-મૂર્તિઓની મહતમ ઉચાઈ બેઠક સહિત પાંચ ફુટથી વધુ ન હોવી જોઈએ.