Mysamachar.in-જામનગર
જામનગર શહેરના કામદારકોલોની મિત એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં સી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા 7 ઇસમોને ઝડપી પાડ્યા છે, પોલીસને બાતમી મળી હતી કે અહી બહારથી માણસો બોલાવી જેનો ફ્લેટ છે તે દિગ્વિજયસિંહ જાડેજા જુગાર રમાડતા હોવાનો ગુન્હો દાખલ કરી રોકડા રૂ.1,13,270તથા ગંજીપતાના પાના નંગ-52, મોબાઇલ નંગ-6 26,000 તથા મો.સા એક 25,000 ગણી તથા ગાદલાઓ કુલ નંગ-3 જેની 1500એમ કુલ કિ.રૂ.1,65,770 ના મુદામાલ સાથે નીચે મુજબના ઇસમોને ઝડપી પાડ્યા હતા.
-સીકંદર ઇસ્માઇલભાઇ દલવાણી
-અશોકભાઇ જયંતીભાઇ સખીયા
-અશરફભાઇ સલીમભાઇ રવુમા
-જાહીદશાહ જમાલશાહ શાહમદાર
-રવીરાજસિંહ દીલુભા જાડેજા
-યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા
-જતીનભાઇ બાબુભાઇ વીઠલાણી
-અટક કરવા પર બાકી, દિગ્વીજયસિંહ બી જાડેજા