જામજોધપુરના વનાણા ગામે વાડીમાં ચાલતો જુગાર, દુર-દુરથી આવ્યા હતા રમવાવાળા 

પોલીસે રોકડ સહીતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી 

જામજોધપુરના વનાણા ગામે વાડીમાં ચાલતો જુગાર, દુર-દુરથી આવ્યા હતા રમવાવાળા 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાથી કડબાલ જતા ગામની લુણીયાણા બાજુની સીમ વિસ્તારમાં  રમેશભાઇ અરજણભાઇ જોગલની વાડીએ  આવેલ ઓરડીમાં બહારથી રમવાવાળા આવે છે અને જુગાર રમાઈ રહ્યો છે તેવી માહિતી પરથી શેઠવડાળા પોલીસ આ સ્થળ પર ત્રાટકી હતી અને તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી કુલ રોકડ રૂ.55,830, મોબાઇલ ફોન નંગ-06 કી.રૂ.21,000 ઈકો કાર કી.રૂ.1,50,000 તથા મળી કુલ મુદામાલ રૂ.2,26,830 સાથે કુલ 8 ઇસમો રેઇડ દરમ્યાન પકડાઇ જતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે,

કોણ કોણ ઝડપાયું અને ક્યાંના છે

-રમેશ અરજણભાઇ જોગલ રહે–વનાણાગામ તા.જામજોધપુર 
-ઇશાક ઇસ્માઇલભાઇ શેખ રહે–ભાયાવદર તા.ઉપલેટા જી.રાજકોટ 
-વિનુ જીવરાજભાઇ અમૃતિયા રહે. કોલકીગામ તા.ઉપલેટા જી રાજકોટ 
-ચંદુલાલ હરજીભાઇ માકડીયા રહે.મોટીપાનેલી તા.ઉપલેટા જી.રાજકોટ 
-કેયુર ઇશ્વરભાઇ ડઢાણીયા રહે-ભાયાવદર તા.ઉપલેટા જી.રાજકોટ 
-મુકેશ નાનુભાઇ ઉનડકડ રહે–ભાયાવદરતા.ઉપલેટા જી.રાજકોટ 
-નિમિષ ધીરજલાલ ભુત રહે- ભાયાવદર તા.ઉપલેટા જી.રાજકોટ 
-હનીફ ઇશાકભાઇ જુણેજા રહે-કોલકી તા.ઉપલેટા જી.રાજકોટ