પત્રકારમાંથી આપ નેતા બન્યા ઇસુદાન ગઢવી

ગુજરાતની જનતા માટે હવે ત્રીજો વિકલ્પ..

પત્રકારમાંથી આપ નેતા બન્યા ઇસુદાન ગઢવી

Mysamachar.in-અમદાવાદ

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આમ આદમી પાર્ટીએ થોડી સફળતા મેળવ્યા બાદ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ આપ તમામ સીટો પરથી પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી શકે છે, એવામાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે.

ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી.. જે બાદ યોજાયેલ એક પત્રકાર પરિષદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતા, આમ પત્રકાર ઈશુદાન ગઢવી હવે આપ નેતા બની ચુક્યા છે,

અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે દિલ્હીના રાજકારણમાં થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.તેવોએ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તેવોએ કહ્યું કે ગુજરાતના લોકો ગુજરાતનું મોડલ ખુદ નક્કી કરશે, કેજરીવાલે બેરોજગારી, આરોગ્ય સહિતના મુદ્દાઓની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.