આવતીકાલે જામનગરમાં નિઃસંતાન દંપતિઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન 

ડીવેરા આઈવીએફ હોસ્પિટલનું આયોજન 

આવતીકાલે જામનગરમાં નિઃસંતાન દંપતિઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન 

Mysamachar.in-જામનગર:

જામનગરવાસીઓ માટે હવે ડો.ભાવિન કમાણી ડો.ઋચા જોષીનું નામ જાણીતું થઇ ગયું છે. જામનગરવાસીઓની લાગણીને માન આપીને ખૂબ જ ટૂંકાગાળામાં જામનગર ખાતે નિ:સંતાન દંપતીઓ માટે ફરી એકવાર વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. ગત કેમ્પમાં દંપતીઓને સારા પરિણામ મળતા આ દંપતીઓના સકારાત્મક પ્રયાસોથી ખૂબ જ ટૂંકા ગાળામાં ડીવેરા આઈવીએફ હોસ્પિટલ જામનગરમાં બીજો કેમ્પ યોજવા પ્રેરિત થયા છીએ. રાજકોટની ડીવેરા આઈવીએફ હોસ્પિટલ ફોર રિ-પ્રોડક્ટિવ મેડિસિન દ્વારા માતૃત્વ પ્રાપ્ત અભિયાન હેઠળ આવતીકાલ તા.17 નવેમ્બર 2019 ના રવિવારના રોજ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પનું આયોજન જાનકી મેટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, પ્રથમ માળ, નેક્સસ બિલ્ડિંગ એસ.ટી રોડ જામનગર ખાતે કરાયું છે. આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં રાજકોટની ડીવેરા હોસ્પિટલના ડો. ભાવિન કામાણી તથા ડો.ઋચા જોશી દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. જે પુરુષો શુક્રાણુની તકલીફ અથવા શુક્રાણુ ન બનતા હોય તેવા પુરુષો અને ગર્ભાશયની તકલીફ સ્ત્રીબીજ ની સમસ્યા ધરાવતી મહિલાઓ આ કેમ્પમાં નિઃશુલ્ક ભાગ લઇ શકશે. વધુ વિગત માટે 8128236151,9408144569 ઉપર સંપર્ક કરવાનો રહેશે.