સસ્તામાં સોનુ આપવાનું કહી પીળી ધાતુવાળા બિસ્કિટ અને સાચી નોટની આડમાં બાળકોની ચલણી નોટ આપી ઠગાઈ કરનાર ઝડપાયા

પોલીસને તેના કબજામાંથી....

સસ્તામાં સોનુ આપવાનું કહી પીળી ધાતુવાળા બિસ્કિટ અને સાચી નોટની આડમાં બાળકોની ચલણી નોટ આપી ઠગાઈ કરનાર ઝડપાયા

My samachar.in : કચ્છ

સસ્તું સોનું મળે તો કોણ ના લે...પણ આવી લાલચ ધરાવતા લોકોને સસ્તામાં સોનુ આપવાનું કહી પીળી ધાતુવાળા બિસ્કિટ અને સાચી નોટની આડમાં બાળકોની ચલણી નોટ આપી ઠગાઈ કરનાર શખ્સો અંતે ઝડપાઈ ગયા છે, પશ્ચિમ કચ્છ પોલીસને બાતમીના મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ એરપોર્ટ રોડ પર ગાંધીનગરમાં ચીટર દિલાવર કકલના મકાનમાં છાપો માર્યો હતો.પોલીસ રેડ દરમિયાન ચીટર ટોળકીની મહિલા સહિતનાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એલસીબીએ એક મહિલા સહિત પાંચ ચીટરોને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી બોગસ નોટના 69 બંડલો, સોનાના પાણી ચડાવેલ 15 નંગ બિસ્કીટો, ભારતીય બનાવટની અસલી નોટ રૂપિયા 39,450 તેમજ કાર, જીપ, મોબાઇલો નંગ 8 સહિત 18,19,650ના મુદામાલ કબજે કરી આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે,

પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ગાંધીનગરીમાં દિલાવર વલીમામદ કકલના કબજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસને જાઇ ચીટર ટોકીમાં નાસભાગ મચી હતી. દરમિયાન એલસીબીએ આરોપી દિલાવર કકલ, હાજી વલીમામદ કકલ, જાવેદ ઉર્ફે જાવલો ઇસ્માઇલ બલોચ અને અમીના વલીમામદ કકલ સહિત પાંચ ચીટરોને ઝડપી લીધા હતો. તેમજ તેમના ઘરમાંથી નકલી નોટના 100, 200, 500 ની કુપન નંગ 1,679 તથા બંડલ 69 તેમજ અસલી ભારતીય ચલણી નોટના રોકડા રૂપિયા 39,450 તેમજ નકલી બનાવટની રૂપિયા 2 હજારના દરની 25 નોટો, તથા 10 લાખની જીપ અને 7 લાખની કાર તેમજ 90 હજારના 8 મોબાઇલ સહિત 18,19,650નો મુદામાલ કબજે કર્યો હતો.

ઉપરાંત તપાસ દરમિયાન ઘરમાંથી તલવાર અને લોખંડનો પાઇપ મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી પૈકી દિલાવરે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, સસ્તા સોનાના નામે લોનું લેવા આવનારાને નકલી નોટો અને નકલી બિસ્કીટ આપી ચીટીંગ કરવાના હતા તેવું પુછતાછમાં જણાવ્યું હતું. આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે