નોકરીની લાલચે યુવક પાસેથી યુવક પાસેથી ડોક્યુમેન્ટ મેળવી અને બે શખસોએ કર્યું આવું

ચેતવા જેવો છે આ કિસ્સો

નોકરીની લાલચે યુવક પાસેથી યુવક પાસેથી ડોક્યુમેન્ટ મેળવી અને બે શખસોએ કર્યું આવું
file image

Mysamachar.in:જામનગર

જામનગરમાં સ્વામીનારાયણનગરમાં શેરી નંબર પાંચમાં રહેતા હરીશભાઇ જેઠાભાઇ પરમાર નામના યુવાને  જતીન પાલા તથા મોહીત ઉર્ફે વિવેક પરમાર નામના ઈસમો સામે સીટી સી ડીવીજન પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં ત્રણેક માસ પૂર્વે આ  બંને શખ્સો શરુ સેક્શન રોડ  સંતોષી માતાના મંદિર પાસે મળ્યા હતા અને નોકરીની વાતચીતમાં તેને ભોળવી અને હરીશને આંગડીયા પેઢીમા સારા પગારે નોકરી આપવાની તથા મુબંઇ સ્થાઇ થવા માટેની લોભ લાલચ આપી હતી. તેમજ હરીશનો પગાર બેંકમાં જમા થાય તે માટે ચાલુ ખાતુ તથા બચત ખાતુ ખોલવા માટે જરુરી ડોક્યુમેન્ટ પણ બંને ઈસમોએ વિશ્વાસમાં લઈ મેળવી લઇ ખાતું ખોલાવ્યું હતું. બંને આરોપીઓએ યુવાનને વીશ્વાસમા લઈ, ખાનગી દસ્તાવેજો મેળવી, તેના નામની ખોટી પેઢી બનાવીને યુવાનના ચાલુ ખાતામા બન્ને આરોપીઓએ, પુર્વ આયોજીત કાવતરૂ ઘડી, તેની જાણ બહાર બેનામી શંકાસ્પદ આર્થીક વ્યવહારો કરીને છેતરપીંડી તથા વીશ્વાસઘાત કર્યો હતો. જેની જાણ આ યુવકને  થતાં  પોલીસમાં જાણ કરી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.