રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રથમવાર થઈ મ્યુકર માયક્રોસિસના દર્દી પર ઝાયકોમેટીક ઇમ્પ્લાંટ સર્જરી

Mysamachar.in- રાજકોટ
કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન અનેક લોકો મ્યુકર માયક્રોસિસથી પણ સંક્રમિત થઈ ગયા હતા. જેમને મ્યુકર થયું હોય એમની તુરંત સર્જરી કરી અને નાક તેમજ જડબાના ભાગમાં જ્યાં ફંગસ ફેલાઈ હોય તેને કાઢી નાખવામાં આવે છે. આ સર્જરીથી દર્દીનો જીવ તો બચી જાય છે પણ તેમને દાંત ગુમાવવાનો વારો આવે છે. આવા દર્દીઓમાં ચહેરાનું સ્ટ્રકચર બદલી જાય છે અને મોઢામાંથી દાંત, પેઢા બધું કાઢી લીધું હોવાથી ખાવા પીવામાં પણ સમસ્યા થાય છે. આવા કેસમાં દર્દી જે પણ ખોરાક લે છે તે નાકમાંથી નીકળી જાય છે,
આવા કેસમાં દર્દીને ખાવાપીવાની જ તકફિલ થાય એવું નથી. વ્યક્તિને બોલવામાં પણ સમસ્યા રહે છે. જો કે આ સમસ્યાનો અંત આવી શકે છે, સાયકોમેટીક ઇમ્પ્લાંટ કરી કાયમી દાંત ફિક્સ કરવાથી. ઝાયકોમેટીક ઇમ્પ્લાંટ કરી દર્દીને કાયમી ફિક્સ દાંત સાથે જીવન જીવવાનો નવો આત્મવિશ્વાસ અને નવું જીવન રાજકોટ ના ડોક્ટરે કરી બતાવ્યું છે. રાજકોટ ખાતે તાજેતરમાં જ મ્યુકરનાં દર્દીના ઝાયકોમેટીક ઇમ્પ્લાટ દ્વારા દાંત ફિક્સ કરવાની સફળ સર્જરી સ્માઇલ પ્લસ ડેન્ટલ હોસ્પિટલ ખાતે ડો. વીરેન પટેલ દ્વારા કરવામાં આવી છે. ડો. વિરેન પટેલ દ્વારા આ સફળ સર્જરી કરવામાં આવી અને ફક્ત ૩ જ દિવસમાં દર્દીને કાયમી ફિક્સ દાંત અને ખવાપીવાથી લઇ બોલવામાં પડતી સમસ્યાથી મુક્તિ મળી છે.
મ્યકરના દર્દીમાં દાંત ફિક્સ કરવા માટેની જગ્યા જ હોતી નથી. તેવામાં આ સર્જરી કરવી જટિલ હોય છે. પરંતુ ડો, વિરેન પટેલ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ પ્રકારની સર્જરી સફળ રીતે કરવામાં આવી છે. ડો.વિરેન પટેલ દ્વારા જૂનાગઢ ખાતે એક કેમ્પ કરવામાં આવ્યો હતો ત્યારે વિરભાઈ (દર્દી) તેમના સંપર્કમાં આવ્યા અને પોતાની તકલીફ જણાવી. ત્યારબાદ તેઓ રાજકોટ સારવાર અર્થે હોસ્પિટલની મુલાકાતે આવ્યા.
દર્દીની હાલત જોઈ ડો વિરેન પટેલે આ જટિલ સર્જરી કરવાનું બીડું ઝડપ્યું અને દર્દીને સમગ્ર પ્રક્રિયા વિશે જણાવ્યું. દર્દી પણ દાંત વિના ધી તકલીફ ભોગવી રહ્યા હતા તેથી તેમને સર્જરી કરવવાનું નક્કી કર્યું. ત્યારબાદ 3 દિવસની સારવાર કરવામાં આવી અને દર્દીના મોઢામાં કાયમી દાંત ફિક્સ કરવામાં આવ્યા. આજે દર્દી વીરાભાઇ એકદમ સામાન્ય જીવન ફરીથી જીવતા થયા છે.
ડો. વીરેન પટેલ સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સર્જરી કરનાર પ્રથમ ડોક્ટર છે અને મ્યુકર માઇક્રોસિસ થી મોઢામાં થયેલ સર્જરીના દર્દીઓને નવા જીવનની આશાનું એક કિરણ છે. સૌરાષ્ટ્રવાસીઓને ડૉ. વીરેન પટેલના સો સલામ.