લોકડાઉન બાદ ગુજરાતમાં પ્રથમ વખત આવી અનોખી પાસિંગ આઉટ પરેડનું આયોજન આવ્યું

રાજ્યભરની કુલ 24 જેલોના અને અન્ય 2 કચેરીઓના એમ કુલ 218 તાલીમાર્થીઓ સતત 9 મહિના સુધી

લોકડાઉન બાદ ગુજરાતમાં પ્રથમ વખત આવી અનોખી પાસિંગ આઉટ પરેડનું આયોજન આવ્યું

Mysamachar.in-અમદાવાદ

અમદાવાદ ખાતે આવેલી રાજ્યની વિવિધ જેલો માટેની એક માત્ર ટ્રેનિંગ એકેડમી JSTS (જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલ) ખાતે ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટના ભાગરૂપે 218 જેલ સહાયકો માટે 9 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ થઇ હતી. સોમવારે દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાને કારણે મોટા ભાગની ગતિ વિધિ પર બ્રેક આવી ગયો છે. તેવા સમયમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યની જેલના નવા 218 જેલ સહાયકોની સોશિયલ ડિસ્ટન્સ સાથે પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી

રાજ્યભરની કુલ 24 જેલોના અને અન્ય 2 કચેરીઓના એમ કુલ 218 તાલીમાર્થીઓ સતત 9 મહિના સુધી જેલ એડમિનિસ્ટ્રેશન, IPC,CRPC, માનવઅધિકારો, ક્રિમીનોલોજી, સાઇકોલોજી જેવા વિષયો ઉપરાંત કોમ્પ્યુટર અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગી અને ડિઝાસ્ટાર મેનેજમેન્ટ, ફોરેન્સિક જેવા વિષયોનું ઉંડાણપૂર્વક અભ્યાસ સાથે ઈન્ડોર તાલીમ તેમજ પરેડ, પીટી, વિવિધ ડ્રીલ અને હથિયારોની આઉટડોર તાલીમ લઈ જેલો ખાતે ફરજ બજાવવા સજ્જ બન્યા છે. જેલોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડો.કે.એલ.એન.રાવની મુખ્ય અતિથી તરીકે હાજરી અને તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દીક્ષાંત સમારોહમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, વગેરે શહેરોથી આવેલ IPS ઓફિસર તેમજ રાજ્યના વિવિધ અધિકારીઓએ હાજરી આપી હતી.

હાલમાં જ્યારે કોરોના મહામારીના પગલે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે અને સામાન્ય જનજીવનમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારના ગાઇડલાઇનોની અમલવારી કરાવવા કાયદાનો સહારો લેવો પડે છે. ત્યારે ગુજરાતના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ સરકાર દ્વારા બહાર પાડેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનો સંપૂર્ણ અમલ કરી ગુજરાતમાં પ્રથમ વખત આવી અનોખી પાસિંગ આઉટ પરેડનું આયોજન આવ્યું છે. જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના પ્રિન્સિપાલ નાસિરુદ્દીન એસ.એલ. અને જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના અધિકારીઓ અને કર્મચારીઓએ જેલ ભવન, પોલીસ ભવન અને પોલીસ ટ્રેનિંગ એકેડમી કરાઇના સહયોગથી આ અનોખા પ્રકારના દિક્ષાંત સમારોહ અને પરેડનું આયોજન કર્યું હતું.