શુભકાર્યો માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ કારણ કે..

કમુરતા શરૂ તો બીજી તરફ માર્ચ અને એપ્રિલમાં એકપણ મુહૂર્ત નહીં

શુભકાર્યો માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ કારણ કે..

Mysamachar.in:જામનગર

આપણે ત્યાં કમુરતા કે હોળાષ્ટક બેસે ત્યારે કોઈ લગ્નપ્રસંગ સહીત કોઈ શુભ પ્રસંગો થતા નથી, એવામાં હવે કમુરતા શરૂ થઈ જતા હાલમાં લગ્ન સહિતનાં શુભકાર્યો પર બ્રેક લાગી ગઈ છે ઉત્તરાયણ પછી 17 તારીખથી શુભકાર્યો થઈ શકશે.જો કે હાલના સમયનો ઉપયોગ કરીને જેમના ઘરે પ્રસંગો છે તેવા પરીવારો વસ્ત્રો,આભૂષણોની સાથે લગ્ન સંબધિત વસ્તુઓની ખરીદી શરૂ કરતા કેટલીક બજારમાં ભીડ જોવા મળી રહી છે આ સાથે કેટરર્સ,વાડી બુકિંગ સહિતની અન્ય તૈયારીઓ પણ કરતા હોવાથી હાલ આ વ્યવસાયમાં પૂછપરછ માટેનો દોર વધી ગયો છે.

16 ડિસેમ્બરના સૂર્ય ધન રાશિમાં આવતા ધનુર્માસ શરૂ થઈ ગયો છે. હિંદુ ધર્મ પ્રમાણે ધનુર્માસમાં શુભ અને માંગલિક કાર્યો વર્જિત રહે છે. જેમાં લગ્ન-સગાઈ, મુંડન, ગૃહ પ્રવેશ કે ગૃહ નિર્માણ જેવા શુભ કાર્યો થઈ શકતાં નથી. 14 જાન્યુઆરીના સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારથી શુભ અને માંગલિક કાર્યો ફરી શરૂ થશે.લગ્ન મુહૂર્ત માટે તિથિ, વાર અને નક્ષત્રો સાથે જ સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહ સ્થિતિને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે સૂર્ય ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતા નથી. ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતાં નથી. ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે. જેથી માંગલિક કાર્યો થઈ શકતાં નથી. 
તો બીજી તરફ માર્ચમાં હોળાષ્ટક અને મીનમાસ રહેશે. એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે ત્યારે પણ લગ્ન કરી શકાય નહીં. એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં. એટલે કે પછી 4 મેથી લગ્ન માટે મુહૂર્ત શરૂ થશે જે 27 જૂન સુધી રહેશે તેવું જાણકારો કહે છે.