સાંસદને સંબોધીને અફવા ફેલાવવું 3 શખ્સોને ભારે પડ્યું 

ત્રણેય શખ્સો દ્વારકા જીલ્લાના 

સાંસદને સંબોધીને અફવા ફેલાવવું 3 શખ્સોને ભારે પડ્યું 

Mysamachar.in-જામનગર:

કોરોના વાયરસ વચ્ચે સરકાર દ્વારા આ વાયરસને અનુસંધાને કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવા પર કડક ચેતવણી આપવામાં આવી છે, છતાં અમુક તત્વો યેનકેન પ્રકારે લોકોમાં ભય ફેલાય તે રીતે અફવાઓનું બજાર ગરમ કરતા હોય છે, તાજેતરમા જ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ત્રણ પોજીટીવ કેસો પણ નોંધાયા છે, ત્યારે જામનગર સાસંદ પુનમબેન માડમને સંબોધીને દ્વારકાનો રહીશ જયંતિ કણજારીયા, દ્વારકાના જ મહેન્દ્રસિંહ જામ નામના શખ્સોએ પોતાના ફેસબુક એકાઉન્ટમા કોરોના વાઇરસ સંબધે પોસ્ટ/કોમેન્ટ કરી તેમજ સુરજકરાડીમાં રહેતા કે.એમ.બુજડે પોતાના  ટવીટર એકાઉન્ટથી પુનમબેન માડમના ટવીટર એકાઉન્ટ ઉપર કોરોના વાઇરસ સંબધે કોમેન્ટ/પોસ્ટ કરી વૈશ્વીક મારામારી કોરોના વાઇરસ અન્વયે ખોટી અફવાઓ ફેલાવી ભય ઉભો કરી અને જાહેરનામાનો ભંગ કરેલ હોય ત્રણેય સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.આ કિસ્સો અફવા ફેલાવનાર લોકો માટે ચેતવણી સમાન છે.