કડવા પાટીદાર સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર ધ્રોલ અને જામનગરના બે શખ્સો નોંધાયો ગુન્હો...

કડવા પાટીદાર સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર ધ્રોલ અને જામનગરના બે શખ્સો નોંધાયો ગુન્હો...

mysamachar.in-જામનગર:

હાલમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન એ વધુએક વખત રંગ પકડ્યો છે,અને હાર્દિક પટેલ છેલ્લા કેટલાય દિવસોથી આમરણાંત ઉપવાસ પર છે તો હાર્દિક ના સમર્થનમાં પણ રાજ્યમાં કેટલાક પાટીદારો ઉપવાસ રામધૂન સહિતના કાર્યક્રમો આપી રહ્યા છે,ત્યારે કડવા અને લેઉવા પાટીદારોમાં વૈમનસ્ય ફેલાય  તેવી અભદ્ર ટીપ્પણીઓ પાટીદાર સમાજના જ બે યુવકો દ્વારા વિડીયો કોલિંગ મારફત કરવામ આવતા આ મામલાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બે યુવકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે,

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો જામનગરના લાલપુર બાયપાસ રોડ પર વસવાટ કરતાં જીતુ નીલેશભાઈ હરસોડા અને ધ્રોલના ત્રિકોણબાગ મહાદેવ ડેરી નજીક રહેતા રેનીશ પટેલ નામના બને યુવકોએ પોતાના ફેસબુકમાં લાઈવ કરી અને ગુજરાત પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલને તેમજ કડવા પાટીદાર સમાજના ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને સંબોધીને અભદ્ર ટીપ્પણીઓ કરવા ઉપરાંત જામનગર પાસ કન્વીનર વસંત કાનાણી તેમજ પાસ ટીમને ઘોદો મારી દેવાના શબ્દોનો પ્રયોગ થયાનું પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે,

આમ લેઉવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભા થાય અને દુશ્મનાવટની ધિક્કારની લાગણી થાય અને કડવા પાટીદાર સમાજની લાગણી દુભાઈ તેવું કૃત્ય આચરવા અંગે બને શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને પીઆઈ કે.કે.બુવળ એ તપાસ હાથ ધરી છે.