Mysamachar.in-જામનગર
જામનગરમાં લોકડાઉન-2 નો પ્રારંભ થતા જ વહીવટીતંત્ર વધુ એલર્ટ બન્યું છે, લોકો કોરોના જેવી મહામારીમાં ફસાઈ જાય નહીં તે માટે સાવધાની અને સલામતીના પગલાં લેવા અંગે જરૂરી તાકીદ કરવામાં આવી હતી પરંતુ શહેરીજનોમાં તંત્રની સૂચનાઓ અને જાગૃતતાના અભાવના પગલે લોકો સૂચનાઓનું ઉલ્લંઘન કરી બિન્દાસ થઈ શહેરના વિવિધ માર્ગો પર એકત્રિત થવાનું તેમજ માસ્ક પહેરવામાં લાપરવાહી દર્શાવવાની ગંભીર બાબત ધ્યાને આવતા જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને માસ્ક પહેરવા અને સોશિયલ distance જાળવી રાખવાની તાકીદ કરવાની સાથે જો તેનો ભંગ કરશે તો દંડની વસૂલાત કરવાની જોગવાઈ જાહેર કરવામાં આવી હતી,
જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાના નેજા હેઠળ શહેરભરમાં અલગ અલગ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે, અને માસ્ક નહીં પહેરનારા તેમજ સોશિયલ distance ભંગ કરનારા લોકોને ઝડપી લેવાની કામગીરી પુરઝડપે ચાલુ કરી દેવાઈ છે, આ કામગીરીના બીજા દિવસે એટલે કે આજે સવારથી બપોર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં માસ્કપહેર્યા વગર ફરનારા 185 લોકો તેમજ 61 લોકો સોશિયલ distance નો ભંગ કરતા પકડાઈ ગયા હતા આમ કુલ ૨૪૬ લોકોને નિયમોનો ભંગ કરવા સબબ રૂપિયા 49, 200 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે, મહાનગરપાલિકા દ્વારા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ distance જાળવવા ની અપીલ કરવાની સાથે લોકો સાવચેતી રાખી નિયમોનું પાલન કરી દંડની રકમ ભરપાઇ કરવાથી બચે તેવી તાકીદ પણ કરવામાં આવી છે