આખરે મનપાએ ખાનગી કોવીડ હોસ્પિટલમાં સુવિઘાઓ અને ચાર્જનું લીસ્ટ જાહેર કર્યું ખરા 

સૌ પ્રથમ my samachar દ્વારા આ બાબત ઉજાગર કરવામાં આવી હતી 

આખરે મનપાએ ખાનગી કોવીડ હોસ્પિટલમાં સુવિઘાઓ અને ચાર્જનું લીસ્ટ જાહેર કર્યું ખરા 

Mysamachar.in-જામનગર

જામનગર શહેર જીલ્લામાં દિવસે ને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેને પગલે સરકારી હોસ્પિટલની પથારીઓ ટપોટપ ભરાવવા લાગતા ખાનગી હોસ્પિટલો સાથે જામનગર મનપા દ્વારા સંકલન કરી અને ગઈકાલે એક માત્ર નામો અને કેટલા બેડ છે તેની યાદી ડેપ્યુટી કમિશ્નર વસ્તાણીએ મીડિયા ગ્રુપમાં જાહેર કરી દીધી છે. આ યાદી અને ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓથી કોઈ વાંધો નથી, સારી બાબત છે કે તેનાથી સરકારી હોસ્પિટલ પરનું ભારણ ઘટશે અને પહોચતા પામતા કે ના પહોચતા પામતા અમુક લોકો ત્યા સારવાર લેવા જશે...

યાદી મુજબની 7 હોસ્પિટલોમાં ઓક્સીજન, વેન્ટીલેટર, બાયપેપ, કઈ હોસ્પિટલમાં કેટલો ચાર્જ તે અંગેની માહિતી અંગે કોઈ ખુલાસો કરવામાં ના આવતા જાગૃત અને લોકપ્રિય સોશ્યલ મીડિયા માધ્યમ mysamachar દ્વારા આ અંગે મનપા તંત્રનું ધ્યાન દોરી અને એક અહેવાલ લોકહિતમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તેનું ફોલોઅપ અન્ય માધ્યમોએ પણ કરવાની ફરજ પડી હતી, જે બાદ ગણતરીની કલાકોમાં જ જામનગર મનપાના ડેપ્યુટી કમિશ્નર વસ્તાનીએ સમગ્ર ડીટેલ સાથે ખાનગી કોવીડ હોસ્પીટલની માહિતી જાહેર કરી છે.