લોકઅપમા પણ ના રહ્યા સખણા..અને કર્યો ઝઘડો..

જાણો ક્યાંની ઘટના..

લોકઅપમા પણ ના રહ્યા સખણા..અને કર્યો ઝઘડો..
symbolic image

Mysamachar.in-જુનાગઢ:

કોઈ ગુન્હો કરે તો તેને અમુક કલાકો સુધી લોકઅપ નિયમ મુજબ કરવામાં આવે છે,પણ લોકઅપમા પણ અમુક સખણા ના રહે તે ના જ રહે..આ કિસ્સો સામે આવ્યો છે જુનાગઢમા...એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે અલગ અલગ ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સો વચ્ચે લોકઅપમાં મારામારી થતા પોલીસમાં પણ એક તબક્કે દોડધામ મચી ગઇ હતી.અને બાદમાં હાજર પોલીસકર્મીઓએ ત્રણેય ને છુટા પાડ્યા હતા,

પોલીસ સ્ટેશનના લોકઅપમાં અલગ અલગ ગુન્હામાં ઇમરાન,ભનુ પરમાર અને લખન વદર ને રાખવામાં આવ્યા હતા,જો કે રાત્રે નશામાં ધુત ઇમરાન ધમાલ કરવા લાગતા તેની સાથે લોકઅપમાં રહેલા ભનુ અને લખન ઉશ્કેારાઇ ગયા હતાં.બંનેએ ઇમરાનને માર માર્યો હતો.લોકઅપમા મારામારી કરનાર ત્રણેય વિરૂદ્ધ મારામારીનો ગુનો પણ નોંધાયો છે.