ફેસબુક ફ્રેન્ડ યુવતીએ બિલ્ડરને આવી રીતે માર્યું ૧.૩૦ લાખનું બુચ..!

ચેતવા જેવો કિસ્સો

ફેસબુક ફ્રેન્ડ યુવતીએ બિલ્ડરને આવી રીતે માર્યું ૧.૩૦ લાખનું બુચ..!

Mysamachar.in-સુરત:

છેતરપીંડી કરવાના નીતનવા કીમિયા અજમાવીને ઠગ ટોળકી લોકોને વિશ્વાસમાં લઈને શીશામાં ઉતારતી હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. પરંતુ હાલમાં સોશ્યલ મીડિયાના માધ્યમનો સદુપયોગ કરતા દુરુપયોગ વધુ થતો હોય તેમ ફેસબુકના માધ્યમથી યુવતીઓ દ્વારા લાખો રૂપિયા પડાવતી હોવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.તેવામાં સુરતના એક ઉદ્યોગપતિ ફેસબુક ફ્રેન્ડ  યુવતીની વાતોમાં આવીને ૧.૩૦ લાખ ગુમાવ્યાનો વધુ એક છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે,

વાત જાણે એમ છે કે, સુરતના બિલ્ડર ગોપાલભાઈ ૧ માસ પહેલા ફેસબુક પર લંડનની જોસફ્રીન જોન્સન નામની યુવતી ફેસબુક ફ્રેન્ડ બની હતી. અને આ યુવતી ગરીબો અને વૃદ્ધાશ્રમમાં મદદ કરવા માટે ઈન્ડિયા આવવાની ગોપાલભાઈ ને વાત કરી હતી અને ગત તા.૦૪ના રોજ મુંબઈ આવી રહી હોવાનું ગોપાલભાઈને મેસેજ કર્યો હતો. આથી ગોપાલભાઈ ફેસબુક ફ્રેન્ડ લંડનની યુવતીને મળવાની ઉતાવડમાં મુંબઈ એરપોર્ટ ખાતે સુરતથી રવાના થયા હતા.

પરંતુ રસ્તામાં જ ગોપાલભાઈને ફોન આવ્યો અને કોલ કરનાર વ્યક્તિએ ઇમિગ્રેશન ઓફિસર તરીકેની ઓળખ આપીને લંડનથી આવેલ આ યુવતી વિધાઉટ યેલ્લો કાર્ડ ઈન્ડિયામાં આવી ગયા છે. આથી યેલ્લો કાર્ડ બનાવવા માટે ૩૫ હજારની મદદ કરવાનું તેમજ આ યુવતીને મની લોંડ્રીંગ કેસમાં ન ફસાવવાના પણ ૯૫ હજાર જેવી રકમ બેન્કમાં ટ્રાન્સફર કરવાનું ફોન પર ગોપાલભાઈને જણાવતા કુલ ૧.૩૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા,

સુરતના આ બિલ્ડરને પાછળથી ખબર પડી કે, પોતે ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતી અને તેના સાગરીતની છેતરપીંડીનો ભોગ બન્યા છે. જેથી સુરતમાં કાપોદરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફેસબુકના માધ્યમથી બનતા આવા બનાવો સામે સોશ્યલ માધ્યમનો ઉપયોગ કરતા લોકો માટે ચેતવણીરૂપ આ કિસ્સો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.