પિતાએ દીકરીને કહ્યું કે હજુ તારી લગ્ન કરવાની ઉમર નથી, અને પુત્રીએ..

હાપાની ઘટના..

પિતાએ દીકરીને કહ્યું કે હજુ તારી લગ્ન કરવાની ઉમર નથી, અને પુત્રીએ..
Demo Picture

Mysamachar.in-જામનગર:

આજના સમયમાં માતા-પિતા સંતાનોને કાઈ કહે તો પણ તકલીફ અને ના કહે તો પણ તકલીફ... ક્યારેક જો માતા-પિતા કોઈક સાચી બાબત અંગે પણ સંતાનોને સમજાવે તો પણ ઉંધુ ઉતરી જતું હોવાનો એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જામનગર નજીક આવેલ હાપા ગામે રહેતા અને મજુરીકામ કરતાં કિશોરભાઈ રાણોલિયા ની ૧૭ વર્ષીય પુત્રી જાગૃતિને પડોશમાં રહેતા સંજય ઉર્ફે ચકુ ડાભી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસબંધ હોય જાગૃતિએ તેના માતાપિતાને સંજય સાથે લગ્ન કરવા જણાવેલ પણ પિતા કિશોરભાઈએ દીકરીને સમજાવેલ કે હજુ તારા લગ્ન કરવાની ઉમર નથી ઉમર થશે એટલે તારા લગ્ન કરાવી આપીશ પણ બાપની આ વાતનું દીકરીને એવું તો મનમાં લાગી આવ્યું કે તેણીએ પોતાની મેળે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.