પુત્રનું અકસ્માતમાં મોત…પિતાને લાગ્યો આઘાત અને...

ભારે કરુણાંતીકા..

પુત્રનું અકસ્માતમાં મોત…પિતાને લાગ્યો આઘાત અને...

mysamachar.in-ધ્રોલ:

પુત્રનું અકસ્માતમાં મોત થયાના સમાચાર મળતાની સાથે જ પિતાને આઘાત લાગતાં હ્રદયરોગનો હુમલો આવતા પિતાનું પણ મોત નીપજયું હતું,તેવામાં પુત્રના મોત બાદ પિતાનું પણ મોત નિપજતા મૃતકના પરિવારમાં તેમજ ધ્રોલ શહેરમાં બનેલ આ કરૂણ બનાવથી ગમગીનીનું વાતાવરણ છવાયું છે,

ધ્રોલમાં હરધ્રોલ હાઈસ્કૂલ પાછળ રહેતા અને ચાની હોટલનો ધંધો કરતાં જીવણ રાઠોડ નામનો યુવક આજ બપોરના ધ્રોલના મેમણ ચોકમાં આવેલ કાપડ માર્કેટમાં મોટરસાઇકલ લઈને પસાર થતો હતો તેવામાં તેના મોટરસાઇકલનું લીવર અચાનક ચોંટીજતાં સલીમ સાડી સેન્ટર નામની દુકાનના ઓટા પાસે ધડાકાભેર અથડાતાં જીવણ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું,

દરમ્યાન મૃતક યુવક જીવણને ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પરિવારને જાણ થતાં મૃતક યુવકના પિતા કાનાભાઇ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા બાદ પુત્રની લાશને જોઈને આઘાતમાં સારી પડ્યા હતા અને કાનાભાઇને સમજાવટ કરીને ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કાનાભાઇ વધુ આઘાતમાં સરી પડતાં હ્રદયરોગનો હુમલો આવતા તેમનું પણ મોત નિપજતા હરધ્રોલ હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.