પિતાએ પુત્રીને નિયમિત સ્કુલે જવા આપ્યો ઠપકો પુત્રીને લાગી આવ્યું અને...

કાલાવડના પ્રભુજી પીપળીયા ગામની ઘટના 

પિતાએ પુત્રીને નિયમિત સ્કુલે જવા આપ્યો ઠપકો પુત્રીને લાગી આવ્યું અને...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામે રહેતી એક વિદ્યાર્થીની પિતાના ઠપકાથી લાગી આવતા ગળેફાંસો લગાવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે, આ અંગે ટાઉન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ પ્રભુજી પીપળીયા ગામે વસવાટ કરતા અને મજુરી કામ કરતા રામજીભાઈ અઘેરાએ પોતાની 18 વર્ષીય પુત્રી આશાને નિયમીત સ્કુલે અભ્યાસ કરવા જવા ઠપકો આપતા લાગી આવતા પોતાના રહેણાંક મકાને પોતે પોતાની રીતે ઘરમા પંખા વડે  દોરડુ બાંધી ગળાફાસો ખાઇ મરણ ગયાનું જાહેર થયું છે.