Mysamachar.in-જામનગર:
મગફળીમાં આ વખતે જામનગરના હાપા યાર્ડમાં ખેડૂતોને રાજ્યના સૌથી વધુ ભાવો મળ્યા બાદ હવે અજમાની આવક પણ ગઈકાલથી શરુ થઇ છે, અજમા માટે એવું કહેવાય છે કે સમગ્ર રાજ્ય માટે અજમાના ભાવો જામનગર યાર્ડથી બહાર પડે છે, અને ખેડૂતોને અજમાના પણ હરરાજીમાં સારા એવા ભાવો મળી રહ્યા છે, યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં અજમાના ભાવ બહાર પાડતા જામનગર માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે નવા અજમાના ગતવર્ષની સીઝન કરતા વધુ ભાવ ઉપજયા હતાં. હરાજીમાં 20 કીલો અજમાના રૂ.3100 થી 5100 ઉપજયા હતાં, જામનગર માર્કેટીંગ યાર્ડ રાજયભરમાં અજમાનું મુખ્ય હબ છે. આ કારણોસર રાજયમાં જામનગર યાર્ડમાંથી અજમાના ભાવ બહાર પડે છે. જામનગર યાર્ડમાં સ્થાનિક ઉપરાંત અમરેલી, ભાવનગર, ઉના, મોરબી,કચ્છ સહિતના શહેરોમાંથી ખેડૂતો અજમો વેંચવા આવે છે. ચાલુ વર્ષે સોમવારથી નવા અજમાની આવક શરૂ થઇ હતી. ગઈકાલ અને આજ સુધીમાં 20 ગુણી અજમાની આવક થઇ હતી.