ચુંટણી સમયે જ ઝડપાઈ ૪૦ લાખથી વધુની જાલીનોટ

ખાનગી બસમા આવી રહ્યો હતો શખ્સ

ચુંટણી સમયે જ ઝડપાઈ ૪૦ લાખથી વધુની જાલીનોટ

Mysamachar.in-બનાસકાંઠા:

હાલમાં સમગ્ર દેશની સાથે રાજ્યમા પણ ચુંટણીને લઈને ઠેરઠેર વિવિધ ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે,એવામાં બનાસકાંઠામાં ચુંટણી દરમ્યાન ગેરકાયદે ચીજોની હેરાફેરી સહિત રોકવા માટે ઉભી કરવામાં આવેલ પોલીસ ચેકપોસ્ટ પર અવાર-નવાર ગેરકાયદે ચીજોની હેરાફેરી ઝડપાય છે,

ત્યારે ગત સાંજના પાલનપુર પશ્વિમ પોલીસે રાજસ્થાનની એક બસને રોકી તલાશી લેતાં બસમાં મુસાફરી કરી રહેલ પુનમચંદ શર્મા નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી રૂ.૪૩.૩૦ લાખની રૂ.૨૦૦૦ ના દરની નકલી નોટો મળી આવતાં તેની સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ ચેકીંગમાં હતાં તે દરમ્યાન રાજસ્થાનથી આવતી બસ નં.RJ.૧૯.PB.૨૬૯૯ને રોકી બસમાં તલાશી દરમ્યાન એક ઈસમની હીલચાલ પર શંકા જતાં તેના સરસામાનની તલાશી લેતા તેના પાસેના થેલામાં રૂપિયા ૨૦૦૦ના દરની ૨૧૬૫ નોટો મળી આવતા તેની પુછપરછ કરતાં તેનુ નામ પુનમચંદ ઓમપ્રકાશ શર્મા હોવાનું જણાવ્યું હતું,અને નોટ નકલી હોવાની કબુલાત કરી હતી અને તે બિકાનેરના એક અજાણ્યા ઈસમ પાસેથી નોટ મેળવી હતી અને સુરત ખાતેના નરેન્દ્ર કૈલાશચંદ્ર ગુરાવા આપવાની કબુલાત કરી હતી.જે અંગે પોલીસે એફ.એસ.એલ.ને જાણ કરી અને બેંક કર્મચારી ને જાણ કરી નોટ ની ચકાસણી કરાવતાં નોટ નકલી હોવાનુ માલુમ પડતાં તે અંગે પુનમચંદ ઓમપ્રકાશ શર્મા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.