મિલ્કતમાં હક્ક-હિસ્સો પડાવવા માટે બોગસ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું અને ભાંડો ફૂટ્યો

ચોંકાવનારો કિસ્સો

મિલ્કતમાં હક્ક-હિસ્સો પડાવવા માટે બોગસ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું અને ભાંડો ફૂટ્યો

mysamachar.in-જામનગર:

જર, જમીન અને જોરુ કજીયાના છોરુની કહેવત વધુ એક વખત સાચી પાડતો કિસ્સો સામે આવ્યો હોય તેમ જામનગરના સૈયદ પરિવારના વડીલએ પાલકપુત્ર તરીકે જેનો ઉછેર કર્યો  તેજ વારસાઈ મિલ્કતમાં ભાગ પડાવવા માટે કોર્ટના દાવામાં બોગસ લિવિંગ સર્ટિફિકેટ ઉપયોગ કર્યાનું બહાર આવતા મામલો પોલીસ મથક સુધી પહોંચતા ફરિયાદ નોંધાઈ છે,

જામનગરમાં ઘાંચી જમાતખાના પાસે રહેતા મુનાફભાઈ બાવામીયા બુખારીના સસરાએ ધોરાજીના અશરફમીયા બુખારીને પાલકપુત્ર તરીકે રાખીને તેનો ઉછેર કર્યો હતો,પરંતુ અશરફ્મીયાની દાનત બગાડતા પાલક પિતાની વારસાઈ મિલ્કતમાં હક્ક હિસ્સો મેળવવા માટે મહેમુદમીયા તથા રજીયાબેન તથા ફરિદાબેનના પિતાની વારસાઈ મિલ્કતમાં ભાગ પડાવવા માટે જામનગરની કોર્ટમાં દાવો કર્યો હતો,

આ દાવામાં ધોરાજીના શખ્સએ જામનગર તાલુકાનાં અલીયા તાલુકા શાળાનું બોગસ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે,

જેથી મુનાફભાઇએ જામનગર સીટી-એ પોલીસ મથકે પોતાના સાસરાના પાલકપુત્ર અશરફ બુખારી સામે બોગસ લિવિંગ સર્ટિફિકેટ સાચા તરીકે રજૂ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરીને ધોરાજીના શખ્સની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને બોગસ પ્રમાણપત્ર બનાવવામાં વધુ શખ્સોની સંડોવણી ખુલવાની પોલીસે શક્યતા દર્શાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.