મોંઘીદાટ કારની પલ્ટી....

ચાલકે સ્ટીયરીંગ પરથી ગુમાવી દીધો હતો કાબુ

મોંઘીદાટ કારની પલ્ટી....

Mysamachar.in-સુરત

સુરતના પીપલોદ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના આજે સામે આવી છે, જેમાં  કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. એક્સિડન્ટ બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. હાજર લોકોનું માનવું છે કે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફિલ્મી ઢબે કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનાને લઈને લોક ટોળું એકત્ર થઇ ગયું હતું અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો આ ઉપરાંત કાર પલટી મારી જતા કારમાં મોટી નુકશાની થઇ છે.