એસ્ટેટ ઓફીસર અને તેની ટીમ દીવાલ તોડવા ગયા પણ ફરિયાદ નોંધાવીને પાછા આવ્યા

ગતસાંજે આવી બની હતી ઘટના

એસ્ટેટ ઓફીસર અને તેની ટીમ દીવાલ તોડવા ગયા પણ ફરિયાદ નોંધાવીને પાછા આવ્યા

Mysamachar.in-જામનગર

જામનગર એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે બાંધકામો પ્રત્યેની ઉદારનીતિ સદાય શંકા ભરી રહી છે, જો કે તેમાં ટીપીઓ વિભાગનો પણ કહેવાતો સહકાર રાબેતામુજબ મળતો રહે છે, અને બન્ને વિભાગો એકબીજાને ખો આપતા રહે છે, એવામાં કોઈનું દબાણ હશે કે કેમ... સદાય ભોળા હોવાનો દેખાવ કરતા જામનગર મનપાના એસ્ટેટ ઓફીસર એન.આર.દીક્ષિત અને તેની બાહોશ ટીમ મેહુલપાર્ક નજીક પોલીસ ફરીયાદ્દમાં ઉલ્લેખ છે તે પ્રમાણે હિતેન્દ્રસિંહ વાળાએ તેમના ઘર પાસે રોડ પર ઉભી કરેલ ગેરકાયદેસર દિવાલ તોડવા માટે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે એસ્ટેટવિભાગની ટીમ સાથે ગયેલ અને ગેરકાયદેસર દિવાલ તોડતા હોય ત્યારે હિતેન્દ્રસિંહ વાળા અને તેજલબા વાળા આવેલ અને એસ્ટેટ ઓફીસર તથા તેમની સાથેના કર્મચારીઓને ગાળો આપી કાયદેસરની ફરજમા રૂકાવટ કરી હુમલો કરવા સબબની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.