એસ્ટેટને ડીમોલીશનની ફુરસદ નથી.!

બીજાને આગળ ધરતા TPO

એસ્ટેટને ડીમોલીશનની ફુરસદ નથી.!
file image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામાં એસ્ટેટ અને ટીપીઓનુ ગઠબંધન દબાણ અને ગેરકાયદે બાંધકામને પોષવા પુરતુ હોય તેમ લાગે છે, પરંતુ ડીમોલીશન માટે નિયમિત ગઠબંધન નથી, એટીપીઓના જણાવ્યા મુજબ દોઢસો જેટલા બાંધકામો તોડી પાડવાની આખરી નોટીસ આપી કાર્યવાહી કરવા માટે એસ્ટેટ ને યાદી મોકલાઇ ગઇ છે, નિયમાનુસાર ૨૬૦/૨ હેઠળની નોટીસ બાદ સાત દિવસમા આસામીએ ગેરકાયદેસર  બાંધકામ દુર કરવાનુ હોય છે, નહિ તો કોર્પોરેશન તોડી પાડે છે જેનો ખર્ચ આસામીએ આપવાનો હોય છે,

પરંતુ દોઢસોથી વધુ કામ જેને બબ્બે વર્ષ થઇ ગયા છતા મનપાની ટીપીઓ કે એસ્ટેટ બ્રાંચને ફુરસદ જ નથી કે આ બાંધકામો હટાવે જેના કારણે જ ગેરકાયદે બાંધકામ વધતા જાય છે, અને કોઇ કારણથી જ એકલ-દોકલ બાંધકામ તોડી સંતોષ મનાતો હોય અનેક કારણથી રેઢાપટ્ટ ની સ્થિતિ છે,જેની સામે સતાધારીપક્ષ તો ચુપ છે, પણ વિપક્ષ પણ અવાજ નથી ઉઠાવતો તે બાબત વિચારતા કરી દે છે,  અત્યંત શંકાસ્પદ અને મહત્વની બાબત એ છે કે ટીપીઓ કે જેમની પાસે સાત મોટા અને મલાઇદાર વિભાગોની જવાબદારી છે, તેઓ ગેરકાયદેસર બાંધકામ સામે પગલા લેવાનો વિષય આવે ત્યારે બીજા કોઇને આગળ ધરી પારોઠના પગલા ભરે છે, આવુ કરવાના ઘણા લાભ પણ કદાચ હોય ઘણા કારણ પણ હોય તે તમામ બાબતો તપાસનો વિષય છે.