રાજ્યમાં શાળાઓ શરુ કરવાને લઈને શિક્ષણમંત્રીની જાહેરાત

શું કહ્યું શિક્ષણમંત્રીએ તે જાણવા ક્લિક કરો

રાજ્યમાં શાળાઓ શરુ કરવાને લઈને શિક્ષણમંત્રીની જાહેરાત
file image

Mysamachar.in-ગાંધીનગર

કોરોનાકાળને કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી શાળાઓ અને કોલેજો સંપૂર્ણ બંધ છે, ત્યારે લાંબી અટકળોને અંતે આજે મળેલ સરકારની કેબીનેટમાં શાળાઓ અને કોલેજો શરુ કરવાના નિર્ણય અંગે માહિતી આપતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે 23 નવેમ્બરથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરુ કરશે, જેમાં ધોરણ 9 થી 12ના વર્ગો એસોપી પ્રમાણેના રહેશે, અને ભારત સરકારની એસોપી નું ચુસ્તપણે પાલન થશે, પીજી. મેડીકલ, પેરામેડીકલ કોલેજોના અને સ્નાતક કોલેજના અંતિમ વર્ષના વર્ગો પણ શરુ થશે, જો કે આ અંગે વાલીની લેખિત સહમતિ ફરજીયાત અને વિધાર્થીઓની હાજરી મરજિયાત રહેશે.આ સિવાય ધોરણ 1 થી 8 ના વર્ગો અંગે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, તે નિર્ણય હવે પછીથી સમીક્ષા કર્યા બાદ જાહેર કરવામાં આવશે