શિક્ષણમંત્રી વાઘાણી બોલ્યા કે છોકરાના સર્ટી લઈને જે રાજ્ય અને દેશમાં સારું લાગે ત્યાં...

વાંચો અહેવાલ 

શિક્ષણમંત્રી વાઘાણી બોલ્યા કે છોકરાના સર્ટી લઈને જે રાજ્ય અને દેશમાં સારું લાગે ત્યાં...
file image

Mysamachar.in-રાજકોટ:

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ હાજરી આપી હતી, કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન જાહેર મંચ પરથી જ કોઈ પક્ષનું નામ  લીધા વગર વાઘાણીએ આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં રહીને ખોટી ખોદણી કરવી છે અને શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં સારું લાગે ત્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. કોઈ પક્ષનું કે વ્યક્તિનું નામ લીધા વગર રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 'જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે, જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ અને રાજ્યો સારા લાગે છે' અને જેને બીજે સારું લાગે તેને છોકરાના સર્ટી લઈને જે રાજ્ય અને દેશ સારું લાગે ત્યાં ભણવવા જોઈએ.