નોટબંધીને વર્ષો વીતી ગયા, 500ના દરની 6 લાખની જુની ચલણી નોટ જપ્ત કરતી દ્વારકા SOG 

નોટબંધીને વર્ષો વીતી ગયા, 500ના દરની 6 લાખની જુની ચલણી નોટ જપ્ત કરતી દ્વારકા SOG 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેશમાં નોટબંધી થયાને આજે વર્ષો થયા...નોટબંધી સમયે એ વખતની 500 અને 1000ના દરની ચલણી નોટો સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી,પરંતુ આજે આટલા વર્ષો બાદ પણ જૂની ચલણી નોટો હજુ પણ ક્યારેક ક્યારેક કોઈ સ્થળોએ થોકબંધ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી રહી છે, એવામાં દેવભૂમિ દ્વારકા એસઓજીને પણ બે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આવી રદ થયેલી 500 ના દરની જૂની ચલણી નોટો મળી આવતા આશ્ચર્ય સર્જાયું છે,

દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફના માણસો ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. લગત કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હકીકત આધારે કાનાભાઇ અરજણભાઇ ભાટું રહે. ચોખંડા ગામ, નવાપરા તા. ભાણવડવાળા પાસેથી ભારત સરકાર દ્વારા નોટબંધી વખતે ચલણમાંથી રદ કરેલી ભારતીય ચલણની રૂ.500 ના દરની કુલ નોટ નગ-710 કિં.રૂ.3,55,000, કબ્જે કરવામાં આવેલ અને આ ઉપરાંત તપાસ દરમ્યાન તા.19/6/2022 ના રોજ અરજણભાઇના મીત્ર વાઘા રાજાભાઇ ઓડેદરા, રહે. ભાવપર ગામ તા. જી.પોરબંદર વાળા પાસેથી વધુ રૂ.500 ના દરની કુલ નોટ નંગ- 480 કિ.રૂ 2,40,000 કબ્જે કરવામાં આવેલ છે આમ, ભારત સરકાર દ્વારા નોટબંધી સમયે ચલણમાંથી રદ કરેલી ભારતીય ચલણની કુલ નોટ 890 કુલ કિંમત રૂપીયા 5,95,000 જપ્ત કરવામાં આવેલ છે. વધુ તપાસ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. દ્વારા હાથ ધરવામાં આવેલ છે.