Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સબંધોની હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેટ દ્વારકામાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી અને આટલેથી ના અટકતા પત્નીની હત્યા કરી લાશને ઘરમાં દાટી પતિ પોતે ફરાર થઇ ચૂક્યાનું સામે આવી રહ્યું છે, જે રીતે હાલ પોલીસ પાસેથી પ્રાથમિક વિગતો મળે છે તે પ્રમાણે સાલેમામદ ચમડિયા નામના શખ્સે પોતાની પત્ની સાથે ઘરેલું ઝઘડા બાદ વાતાવરણ ઉગ્ર બનતા પોતાની પત્ની હવાબેનની હત્યા કરી લાશને ઘરમાં દાટી થયો ફરાર થઇ ગયાનો મામલો સામે આવતા પોલીસની ટીમો આરોપીને ગોતવા કામે લાગી છે.જો કે આ સામે આવેલ પ્રાથમિક વિગતો છે પરંતુ સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવશે.