ચેતજો....જામનગરમાં બની રહ્યું છે ડુપ્લીકેટ દૂધ....

જામનગરમાં ધોળા દુધનો કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો તેમ લાગી રહ્યું છે..

ચેતજો....જામનગરમાં બની રહ્યું છે ડુપ્લીકેટ દૂધ....

આપણે ત્યાં બજારોમાં વેચાણ થતા ખાદ્યપદાર્થો માં કોઈક દિવસ પેટ્રોલ,ડીઝલ,કેરોશીન,જેવા ઈંધણોમાં ભેળસેળ થતી હોવાનું અવારનવાર સામે આવતું હોય છે..પણ છેલ્લા કેટલાક સમયથી જામનગર જિલ્લામાં દુધમાં ભેળસેળ તો ઠીક પણ ડુપ્લીકેટ દૂધ ના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે..જેને લઈને કયાંક ને કયાંક જામનગરમાં ધોળા દુધનો કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો તેમ લાગી રહ્યું છે..

થોડા સમય પૂર્વે જામનગર એલસીબીએ કાલાવડના જસાપર અને છતર ગામોમાં  ચાલતા ડુપ્લીકેટ દુધના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો..જે બાદ શેઠવડાળા પોલીસે પણ શંખચિરોડા ગામેં  થી બે માસ પૂર્વે બનાવટી દૂધનું કૌભાંડ ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ વધુ એક વખત ગતરાત્રીના શેઠવડાળા પીએસઆઈ વી.એ.ચાંડેરા અને તેની ટીમ એ ચોક્કસ બાતમીના આધારે બમથીયા ગામની સીમમાં પોતાના ઘર પર બનાવટી દૂધ બનાવનાર રીણાભાઈ ઉર્ફે દાનો હુણ સામે ઈપીકો કલમ ૪૦૬,૨૭૨,૨૭૩ તથા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ નિવારણ  સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને આરોપી પાસેથી અખાદ્ય દૂધ લીટર ૬,દૂધ બનાવવાનો પાઉડર,વનસ્પતિ ઘી ,અને દૂધ બનાવવા માટેની અન્ય સાધનસામગ્રી મળી કુલ રૂપિયા ૪૬૦૦ નો મુદામાલ સાથે આરોપીને ઝડપી  પાડી  તેની પ્રાથમિક પૂછપરછમા જે જગ્યા પર પોલીસે દરોડો પાડી ડુપ્લીકેટ દૂધ ઝડપી પાડ્યું છે ત્યાં છેલ્લા બે માસ થી આ જ રીતે ડુપ્લીકેટ દૂધ બનાવી અને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા  પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઈ રીતે બને છે નકલી દૂધ.

બનાવટી દૂધ બનાવવા માટે સામાન્ય મોડસઓપરેન્ડી એવી છે કે  પાણીમાં દુધનો પાઉડર મીક્ષ કર્યા બાદ તેમાં પામોલીન અથવા  સોયાબીન નું તેલ ઉમેરી અને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવે છે. સોયાબીનતેલ ,પામોલીન તેલ,પાઉડર અને પાણી સહિતના પદાર્થોને મીક્ષ કરી અને દરરોજ નું હજારો લીટર ડુપ્લીકેટ દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે..જેનો એક બાદ એક પર્દાફાશ થઇ રહ્યો છે..