કારચાલકે ગુમાવી દીધો કાબુ, કાર અથડાઈ ઝાડ સાથે અને 3 ના થયા મોત

ગાડીનો ભુક્કો બોલી ગયો

કારચાલકે ગુમાવી દીધો કાબુ, કાર અથડાઈ ઝાડ સાથે અને 3 ના થયા મોત

Mysamachar.in-ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના દહેગામના પાલૈયા રોડ પર બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ રોડની સાઇડમાં ચોકડીમાં પલટી ખાઇને ઝાડ સાથે અથડાતા ગાડીમાં સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.પાલૈયાના ત્રણ રસ્તાથી અમદાવાદ તરફ જતી બોલેરો ગાડી (નંબર. GJ-01-HZ-5197)ના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બોલેરો ગાડી રોડની સાઈડમાં આવેલ નીચે ખાડામાં પલટી ખાઈને પડી ગઈ હતી.

અકસ્માત સર્જાતા જ ત્યાંથી પસાર થનાર વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉભા રહી ગયા હતા અને ઝાડ સાથે અથડાયેલી બોલેરો ગાડીના દરવાજા તોડીને ગાડીમાં સવાર ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં બે લોકોના સ્થળ પર જ શરીરે ગંભીર ઇજાઓ થવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઈ જાય તે પહેલાં જ મોત થયું હતું. જાણવા મળતી વિગતો પ્રમાણે બોલેરો ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી જેમાં આશરે 50થી વધુ વયની ઉંમરના ત્રણ વ્યક્તિઓ મોતને ભેટયા હતા.