શંકાશીલ પતિએ પત્ની પર નજર રાખવા સીસીટીવી લગાવ્યા,મોબાઈલ અને સ્કૂટરનું મીટર પર ચેક કરતો...

પત્ની કંટાળી ગઈ અને....

શંકાશીલ પતિએ પત્ની પર નજર રાખવા સીસીટીવી લગાવ્યા,મોબાઈલ અને સ્કૂટરનું મીટર પર ચેક કરતો...
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

લગ્નજીવન દરમિયાન એકબીજાને પાત્ર વિષે જો શંકા બેસી જાય તો તે શંકાનું સમાધાન કરવું ખુબ જ કઠીન પડી જતું હોય છે,આવો જ એક શકી પતિનો કિસ્સો અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સામે આવ્યો છે,જ્યાં એક પરિણીતાએ સેટેલાઇટ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ આપી છે,સેટેલાઇટની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદ રહેતો તેના પતિ બિશ્વજીત તેના પર ચારિત્ર્યની શંકા રાખી ઘરમાં CCTV લગાવ્યા હતા અને પતિ તેના ચારિત્ર્યની શંકા રાખી જ્યારે તે ઘરે આવે અને જાય ત્યારે તેના એક્ટિવાનું મીટર ચેક કરતો હોવાનો પણ ફરિયાદમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

અમદાવાદના સેટેલાઇટના રામદેવનગરમાં રહેતા અનિતા(નામ બદલાવેલ છે)ના બીજા લગ્ન મૂળ કોલકત્તાના વતની બિશ્વજીત સાથે થયા હતા, બીશ્વજીત મુંબઈ નોકરી કરતો અને અઠવાડિયે માત્ર બે જ દિવસ એટલે કે શનિ-રવિ ઘરે આવતો હતો. બિશ્વજીત અમદાવાદમાં ન રહેતો હોવાથી અનિતા માતાપિતા સાથે રહેતી હતી.

થોડા સમય બાદ બિશ્વજીતે અમદાવાદમાં ટ્રાન્સફર લીધી અને અમદાવાદમા આવ્યો હતો.પરિણીતાની ફરિયાદ મુજબ બિશ્વજીત અવારનવાર તેની પાસેથી દહેજની માંગણી કરી ઝઘડો કરતો હતો.અનિતા બેન્ક મેનેજર છે તે નોકરીથી પરત ફરે એટલે કોની સાથે વાત કરી તે જાણવા મોબાઇલ ચેક કરતો હતો અને પત્ની ઓફિસથી સીધી ઘરે આવી હતી કે બહાર ગઈ હતી તે ચેક કરવા માટે વારંવાર પોતાની પત્ની પર શંકાની નજરે મોબાઇલ પણ ચેક કરતો હતો.

પોતાની હાજરીમાં ઘરે કોણ આવે છે, અને કોણ નથી આવતું તે જાણવા માટે પતિ બિશ્વજીતે ઘરમાં CCTV કેમેરા પણ લગાવી દીધા હતા,આવી તમામ બાબતો વચ્ચે અંતે કંટાળેલી પત્નીએ પતિની હરકતો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અને પોલીસ જરૂરી કાર્યવાહી ફરિયાદના આધારે કરી રહી છે.