Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
લોકો એવું માનતા હોય છે કે તેના નાણા બેંકમાં પડ્યા છે એટલે સુરક્ષિત છે, પણ જેના પર બેંક અને લોકો ભરોષો મુકે છે, તે બેન્કના કર્મચારીઓ કે અધિકારીઓ જ તમારું ખાતું સાફ કરી શકે છે, એટલે ક્યારેક બેંક પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું થાય કારણ કે તમે જે બેન્કના ભરોશે પૈસા મુકો છે તે બેન્કના કર્મચારી કે અધિકારીની નીતિ જ જો ફૂટલી હોય તો તમારા નાણા પણ જઈ શકે છે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવી જ ઘટના સામે આવતા બેન્કના તત્કાલીન કર્મચારી સામે શકના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ભાણવડ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પર નજર કરવામાં આવે તો ભાણવડ ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી તા. 08-04-2020 થી 10-07-2021 ગાળામાં ભાણવડ બેંક ઓફ ઇન્ડીયામાં અગાઉ ફરજ બજાવતા આરોપી મનીષભાઇ મીણાએ બેંક ઓફ ઇન્ડીયાના સહ કર્મચારી ગૌતમભાઇ વાધેલા તથા મીથુનકુમાર ગુપ્તાના કોમ્પ્યુટર આઇ.ડી.ઉપર પોતે પોતાની ઓળખ છુપાવી ખોટુ રૂપ ધારણ કરી પોતે તેઓની લોગીન આઇ.ડી.મા કામ કરવા બેંકના નિયમ મુજબ બંધાયેલા ન હોવા છતા તેઓના આઇ.ડી.માથી સરલાબેન તથા ભારતીબેનનુ ડોરમેન્ટ ખાતુ એક્ટીવ કરી સરલાબેન તથા ભારતીબેન દ્વારા એ.ટી.એમ. મેળવવા બાબતે કોઇ અરજી કરેલ ન હોવા છતા મનીષભાઇ મીણાએ એ.ટી.એમ. મેળવવા માટે પોતે ઇલેકટ્રોનીક્સ માધ્યમથી ખોટુ રેકર્ડ (દસ્તાવેજ) બનાવી તેમાથી કીમતી જામીનગીરી એ.ટી.એમ. મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી બેંક ખાતામા રહેલ રૂપીયા પૈકી રૂપીયા 3,60,613,60 જુદી જુદી જગ્યાએથી પોતે ઉપાડી અથવા કોઇની મદદથી ઉપાડી લઇ નાણાની ઉચાપત કરી પોતે મેળવી લીધેલ હોય તો તેઓની સામે તથા બીજા ખાતા ધારક દાનાભાઇ ભોજાભાઇ ખીટ રહે. ભેનકવડ વાળા ના ખાતા માથી પણ સરખા પ્રક્રીયાથી જે તે વખતેના બેંક મેનેજર સાહેબ સંદીપ પેંડનેકર સાહેબના કોમ્પ્યુટર આઇ.ડી. ખાતામાથી તેની જાણ બહાર એન્ટ્રી કરી આ એન્ટ્રી એગ્રીકલ્ચર ઓફીસર જીતેન્દ્રકુમારના કોમ્પ્યુટર આઇ.ડી. ખાતા માથી તેની જાણ બહાર આ એન્ટ્રી વેરીફાઇ કરી એ.ટી.એમ. ઇશ્યુ કરી ખાતુ ભાવનગર ટ્રાન્સ્ફર કરી કુલ રૂપીયા 4,19,000 શકદાર મનીષભાઇ મીણા અથવા અન્ય કોઇ ઇસમએ ઉપાડી લીધા બાબતની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં દાખલ થયા બાદ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર જી.આર.ગઢવી દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.