લીંબુના આ ફાયદાઓ વિષે જાણો છો.?

આવા તો કેટલાય ફાયદાઓ છે લીંબુના સેવનના

લીંબુના આ ફાયદાઓ વિષે જાણો છો.?
file image

Mysamachar.in-જામનગર

ઘણીવખત આપણે ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન કરતા હોઈએ ત્યારે અને ના કરતા હોય ત્યારે પણ તેના ફાયદાઓથી અજાણ હોય છે, પરંતુ જો ખરા અર્થમાં ફાયદાઓ જાણવા મળી જાય તો આપની આસપાસ જ કોઈ ઔષધી રહેલી હોય છે, માત્ર તેને અનુસરવાની જરૂર હોય છે, હાલ કોરોનાનાં સમયમાં સૌથી જરૂરી છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારાવી....કોરોનાકાળમાં જો સ્વસ્થ રહેવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી જરૂરી છે. અને લીંબુ એક એવો પદાર્થ છે જે ઇમ્યુનિટી વધારવા માટેનું સૌથી મોટું બુસ્ટર કહેવાય છે,

કહેવાય છે કે જો દરરોજનું એક લીંબુ લેવામાં આવે તો શરીરમાં 75થી 90 mg વિટામિન C જમા થાય છે. અને એક પુખ્ત વયની વ્યક્તિનાં શરીરમાં આટલું વિટામીન C દરરોજ જવું જરૂરી છે. આ સાથે લીંબુનું નિયમિત સેવન સ્ટ્રોકની સમસ્યા ઘટાડે છે તેમજ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે, ઉપરાંત ખુબ કામ કરીને થાકી ગયા છો અને શરીરમાં ફરીથી તાજગી લાવવાં માંગો છો તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. ગમે તેટલાં થાકી ગયા હશો એક લીંબુનો રસ કાઢીને લીંબુ પાણી બનાવી પીવાથી શરીરમાં તાજગી નો સંચાર થશે, લીંબુના વધુ ફાયદાઓ જોઈએ તો લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ નાસ્તો વગેરે ખાઈ શકતી નથી.

જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.અને સૌથી મોટું લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.અને હા રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે.