શું તમારી પાસે પણ છે ડેબિટ કે ક્રેડીટકાર્ડ? સ્વાઈપ કરતી વખતે ચેતવું નહી તો થઇ શકે કાર્ડક્લોન 

જ્યાં તમારી ઉપર સીસીટીવી હોય ત્યાં પણ પાસવર્ડ એન્ટર કરતા પૂર્વે ચેતવું 

શું તમારી પાસે પણ છે ડેબિટ કે ક્રેડીટકાર્ડ? સ્વાઈપ કરતી વખતે ચેતવું નહી તો થઇ શકે કાર્ડક્લોન 
symbolic image

Mysamachar.in:જામનગર

કેન્દ્ર સરકાર નોટબંધી બાદ કેશલેશ ટ્રાન્જેક્શનો પર ભાર મૂકીને લોકો રોજીંદી ખરીદી સહિતના કામો વેળાએ પીઓએસ મશીન દ્વારા નાણા ચુકવણીનો આગ્રહ કરવામાં આવતા કેટલાય લોકો પોતાના ટ્રાન્જેક્શન પીઓએસ મશીન દ્વારા કરતાં થયા છે,ત્યારે આવા ડેબિટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતાં લોકો સાથેની છેતરપીંડી પણ થાય છે માટે જ લોકોએ એલર્ટ રેહવું જોઈએ તેમ સાઈબર એક્સપર્ટ જણાવે છે સાઈબર એક્સપર્ટ કહે છે કે ઉચ્ચઅભ્યાસ કરેલા શિક્ષિત ચીટરોની ટોળકી સુવ્યવસ્થિત રીતે લોકોનું જે એક વખત સ્વાઈપ થયેલ કાર્ડનો ડેટા ચોરી કરીને ડુપ્લીકેટ એટીએમ બનાવ્યા બાદ છેતરપીંડી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે,એટીએમ અને ડેબિટ કાર્ડમા નીચે એક બ્લેક્મેગેનેટીક પટ્ટી આવે છે,જેમાં કાર્ડધારકનો તમામ પ્રકારનો ડાટા સુરક્ષિત હોય છે,અને જેના દ્વારા જ તે પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકે છે,

પેટ્રોલ પંપો, રેસ્ટોરન્ટ, અને અન્ય કેટલીક દુકનો કે જ્યાં શાતીર દિમાગ લોકો બેઠલા હોય છે તે કાર્ડથી પૈસા આપે તો તેના કાર્ડનો ડેટા તે પોતા પાસે રહેલા રીડરમા પણ લઇ લેતો હતો,અને બાદમાં ચોરવામાં આવેલ ડેટાનું એક કાર્ડ બનાવી અને તેના વડે જુદા જુદા એટીએમ મશીનોમાંથી સમયે પૈસા ઉપાડી લેતા હતા.અત્રે આપને યાદ અપાવીએ કે જામનગર શહેરમાં થોડા સમય પૂર્વે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આવું એક મસમોટું કૌભાંડ ઝડપીને પાંચ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા,અને તેમાં જુદા જુદા પોલીસ મથકની ફરિયાદમાં 7 જેટલા કાર્ડધારકોને બોગસ એટીએમ બનાવી 5 લાખની રોકડ ઉપાડી લેવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી

-કઈ રીતે બચવુ.? આ છે રીત...
એટીએમ અને ક્રેડીટકાર્ડધારકો ના કરે આ ભૂલ.. ઘણીવખત કાર્ડધારકો પોતાનું એટીએમ કાર્ડ કે ક્રેડીટકાર્ડ સ્વાઈપ કરતી વખતે જે તે વ્યક્તિની સામે અને તેને દેખાઈ આવે તે રીતે જ કાર્ડ સ્વેપ કરવા સમયે પીનકોડ એન્ટર કરતાં હોય છે, અને કાર્ડધારકો એવું માનતા હોય છે કે કાર્ડતો આપણી પાસે જ છે તો છેતરપીંડી કેવી રીતે થશે તેવા વહેમમા હોય છે, પણ આવું નથી હોતું અને સામે રહેલ વ્યક્તિ તમારા પીનનંબર જોઈને અલગથી બીજા કાર્ડમાં ડેટા લઈને તમારું ખાતુ સાફ કરી શકે છે માટે સાવધાની જ છેતરપીંડીથી બચાવી શકે છે.