જીલ્લા પુરવઠા અધિકારી 1 લાખની લાંચ લેતા ઝડપાયા 

વેપારી પાસેથી આ કામ માટે માંગી લાંચ અને ઝલાઈ ગયા 

જીલ્લા પુરવઠા અધિકારી 1 લાખની લાંચ લેતા ઝડપાયા 

Mysamachar.in-નવસારી:

નવસારી જિલ્લામાં એસીબીએ સફળ ટ્રેપ કરી અને ક્લાસ વન અધિકારીને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે, ઓઇલનો વેપાર કરતાં વેપારી પાસે જિલ્લા પુરવઠા અધિકારીએ લાંચની માંગણી કરતા વેપારીએ ACB નો સંપર્ક કરી છટકું ગોઠવતા જીલ્લા પુરવઠા અધિકારી આબાદ ઝડપાઈ જવા પામ્યો છે, આ કેસમાં ફરીયાદી એલ.ડી.ઓ. (લાઇટ ડિઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. ગત તારીખ 8 ના  રોજ વિશાલ રાજકુમાર યાદવ, જીલ્લા પુરવઠા અધિકારી, નવસારી, વર્ગ-1એ ફરીયાદીની ટાટા આઇસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતુ, તે ગાડી રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કરેલ. જે કાગળો ચેક કર્યા બાદ જીલ્લા પુરવઠા અધિકારીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધેલ. ત્યારબાદ પુરવઠા અધિકારી યાદવે  ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરેલ...

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન એસીબીએ કરતા જીલ્લા પુરવઠા અધિકારી કલાસ વન અધિકારી લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 1 લાખ  માંગી સ્વીકારી સ્થળ પર જ ઝડપાઈ જતા એસીબીએ તેના ઘરે ઝડતી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.