Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી મોટી ભગેડી રસ્તા ઉપર આવેલ પુલના એપ્રોચ ગત તા.12 અને 13 સપ્ટેમ્બર 2021ના રોજ અતિભારે વરસાદને કારણે ધોવાઇ ગયેલ. જેમાં માટી કામ તાત્કાલિક કરી ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ પરંતુ આજે એક રેતી ભરેલ ટ્રક આ પુલ પરથી નદીમાં પડતા કેટલીક ગેરસમજ અને રસ્તાઓ બંધ થઇ જવા સહિતના મેસેજ વાઈરલ થતા જામનગર જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના જાગૃત ચેરમેન કે.બી.ગાગિયાએ આ મામલે ગંભીરતા દાખવી એક અખબારી યાદી જાહેર કરી છે, તેમાં તેવોએ જણાવ્યું કે….
આ રસ્તા ઉપર મુખ્ય બ્રીજ આવેલ છે. તેમાં નુકશાન થયેલ નથી. અમુક નાગરીકોને ગેરસમજ ઉભી કરવા સમગ્ર બ્રીજ ધરાશાયી થયેલ છે. બ્રીજને ભારે નુકશાન થયેલ છે તેવા વીડીયો જાહેર કરેલ છે. વાસ્તવમાં આ રસ્તા ઉપર ભારે સામાન સાથે ઓવરલોડ ટ્રક પસાર થવાથી ટ્રક પલ્ટી મારેલ છે. હાલમાં આ બ્રીજ ટ્રાફીકેબલ છે. વાહન વ્યવહાર ચાલુ જ છે. તેમજ આ રસ્તા ઉપર ટુ વ્હીલર તથા ફોર વ્હીલર પસાર થઇ શકે છે. જેથી આ વિસ્તારના સ્થાનિકોને ગેરસમજ ઉભી ન થાય કે.બી.ગાગિયાએ આ યાદી જનહિતમાં જારી કરી છે.