મહિલા જીલ્લા શિક્ષણાધિકારી 10 હજારની લાંચ લેતા ACB ને હાથ ઝડપાઈ ગયા

આ કામ માટે માંગી હતી લાંચ અને ઝલાઈ ગયા

મહિલા જીલ્લા શિક્ષણાધિકારી 10 હજારની લાંચ લેતા ACB ને હાથ ઝડપાઈ ગયા
Symbolic image

Mysamachar.in:દાહોદ

જીલ્લાની શાળાઓનું મોનીટરીંગ જેના હાથમાં હોય તે જીલ્લા શિક્ષણાધિકારી જ જો વહીવટ કરવા લાગે તો શૈક્ષણિક સંસ્થાઓને તો જલસો જ પડી જાય ને...આવું જ ચાલતું હતું દાહોદ જીલ્લામાં... જ્યાં એક મહિલા શિક્ષણાધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ જતા જીલ્લાના શિક્ષણ વિભાગમાં સોંપો પડી ગયો છે. જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ..

શિક્ષણ વિભાગના એક કર્મચારી નિવૃત્ત થવાના હતા. તેઓએ પેન્શન કેસમાં કોઇ પણ પ્રકારના નાંણા બાકી ન હોવાના પ્રમાણપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેની સહી લેવાની હતી. આ સહી કરી આપવા માટે તેમણે ફરિયાદી પાસે રુ.10,000ની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી આ નાંણા આપવા માંગતા ન હોઇ તેમણે દાહોદ એસીબીમાં ફરિયાદ કરી હતી.તેના આધારે એસીબી ટીમે છટકુ ગોઠવ્યુ હતુ. ત્યારે જિલ્લા મહિલા જીલ્લા શિક્ષણાધિકારી ફરિયાદી સાથે લાંચ અંગેનો વાર્તાલાપ કરીને રુપિયા 10,000ની લાંચની માંગણી કરી સ્વીકારતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દાહોદ જિલ્લામાં મહિલા ક્લાસવન અધિકારી 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાતા એસીબીએ ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ એસીબીની કાર્યવાહીના પગલે જિલ્લાના શિક્ષણ વિભાગમાં સોંપો પડી  ગયો છે.