અહી તો મહિનાઓ થયા જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું ગાડુ ચાર્જમાં ચાલે છે..!

સ્થાનીક સફળ નેતાગીરી સરકારમાં રજૂઆત નહી કરી શકતી હોય..? કે ચાલતું નથી...

અહી તો મહિનાઓ થયા જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું ગાડુ ચાર્જમાં ચાલે છે..!
FILE IMAGE

Mysamachar.in-જામનગર:

રાજ્યના શિક્ષણમંત્રી વારંવાર તેમના નિવેદનો અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વિભાગની વાહવાહી માટે જાણીતા છે, વાહવાહી કરવી જ જોઈએ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સિહત રાજ્યના શિક્ષણ વિભાગમાં મહત્વની કહી શકાય તેવી કેટલીય જગ્યાઓ ખાલી છે, તે તો ઠીક પણ જામનગર જીલ્લાની કમનસીબી તો જુઓ કે જ્યાં શિક્ષણ જગત માટે મહત્વની માનવામાં આવતી બે પોસ્ટ મહિનાઓથી થી ખાલીખમ છે અને ગાડુ ચાર્જથી ગબડાવામાં આવી રહ્યું છે અને તેના માટે સ્થાનિક નેતાઓએ પણ કોઈ પ્રયાસ કરી સરકારમાં રજૂઆત કરી હોય તેમ ધ્યાને આવતું નથી કારણ કે જો રજૂઆત કરી હોય તો મીડિયામાં પ્રસિદ્ધિ કરાવ્યા વિના રહે તેમ નથી...!

જામનગર જીલ્લાની વાત કરીએ તો જામનગર જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી નિવૃત થયા બાદ મહિનાઓ વીતી ચુક્યા છતાં આજની તારીખે બન્ને જગ્યાઓ ખાલી છે અને તેનો ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારી રાજકોટ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટને આપવામાં આવ્યો છે, હવે આવા ચાર્જથી ચાલતા કામો કેવા થાય કારણ કે અધિકારી પાસે જ કાયમી ચાર્જ હોય ત્યાં વધુ રહેવું પડે અને વધારાના ચાર્જમાં તેવો સીમિત જઈ અને સીમિત કરવા જોઈતી કામગીરી કરતા હોય છે, મતલબ સ્પષ્ટ છે કે તેની સીધી અસર જીલ્લાના શિક્ષણ વિભાગ પર પડે...

શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી કમ નસીબી એ છે કે કાયમી જગ્યા ભરવાને બદલે કામચલાઉ ધોરણે હવાલો સોંપીને શિક્ષણનો વહીવટ ચલાવામાં આવે છે.બીજી તરફ જિલ્લાકક્ષાની કચેરીઓ શિક્ષણાધિકારી વગર અધિકારીઓ કર્મચારીઓ પગલાં લેવામાં મુશ્કેલીઓ આ અનુભવતા હોય છે.આમ છતાં ગાંધીનગરના સતાધીશો જામનગર જિલ્લામાં ખાલી પડેલી અને માધ્યમિક શિક્ષણાધિકારીની જગ્યાઓ ઉપર નિમણુંક કેમ કરતા નથી તે સવાલ થાય છે, જગ્યાઓ ખાલી હોવા છતાં સરકારને નિમણૂંક કરવામાં શું વિઘ્ન છે..? વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ના માત્ર જામનગર પણ સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં આવી મહત્વની કહી શકાય તેવી 11 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે જેના માટે શિક્ષણ વિભાગ નક્કર પગલા ભરી તુરત નિમણુકો કરે તે જરૂરી છે.