જીલ્લા ભાજપપ્રમુખ ચંદ્રેશપટેલના પરિવાર અને પુત્રવધુ વચ્ચેની તકરાર બની  ટોક ઓફ ધ ટાઉન AUDIO CLIP,VIDEO,જુઓ

બને પક્ષ થઇ રહી છે નિવેદનબાજી....

mysamachar.in-જામનગર

જીલ્લા ભાજપ ના પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની પુત્રવધુ દિવ્યાબહેન હિતેશભાઇ પટેલએ તા.૪/૭/૨૦૧૮ ના રોજ જીલ્લા પોલીસ વડાને તેમના સસરા ચંદ્રેશભાઈ પટેલ,પતિ હિતેશ, દિયર વિપુલ, ચંદ્રેશભાઈના પીએ મુકુંદ સભાયા વગેરે ભેગા મળીને દિવ્યાબહેનની હત્યાનું કાવતરું રચીને મારી નાખવા માંગતા હોય તેવી ઓડિયો ક્લિપ સાથે ફરિયાદ અરજી કર્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તા.૨૭/૮/૨૦૧૮ ના રોજ ફરીથી દિવ્યાબહેન હિતેશભાઇ ફરિયાદ અરજી કરીને રાજકીય વગ ધરાવતા પરીવાર સામે કાર્યવાહી કરવા પગલાં ભરવાની માંગણી કરતાં ચકચાર જાગી છે ત્યારે આ મામલે my samachar.in માં આપેલા ઇન્ટરવ્યૂમાં દિવ્યાબહેને વાતચીત કરી હતી,

જ્યારે આ મામલે જેના પર આક્ષેપો થઈ રહ્યા છે તે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ પણ my samachar.in ની  ઓફિસ ખાતે આવી પહોચ્યા હતા અને તેઓએ પુત્રવધૂ દિવ્યાબહેને  કરેલ આક્ષેપોને મામલે અનેક ખુલાસાઓ કર્યા છે,જેમાં પોતાના પરિવારના આ પ્રશ્ને વિગતવાર ખુલાસો આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પોલીસને આપવામાં આવેલ ઓડિયો ક્લિપ, દિવ્યાબહેને અને ચંદ્રેશભાઈ પટેલે આપેલ ઇન્ટરવ્યુ સાંભળવા  વિડિયો ક્લિક કરો.