Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભા ચૂંટણી મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના અજાડ ટાપુ મતદાન મથક ખાતે બોટ દ્વારા પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો હતો. અજાડ ટાપુ મતદાન મથક ટાપુ પર આવેલું છે. આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી 13 કી.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત 4.3 નોટીકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી મતદાન સ્ટાફને મતદાન ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. આ ટાપુ પર 43 મતદારો નોંધાયેલ છે. જિલ્લાભરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.