મોટાભાગના નગર સેવકોની વિકાસની વ્યાખ્યા.....બાંકડા-બ્લોકને સી.સી.રોડના કટકા અને ટ્રીગાર્ડ

સ્ટ્રીટ લાઇટ અપુરતી-સફાઇના અભાવ-પાણી નિયમિત નહિ-ટ્રાફીક કે શિરદર્દ-ફરવાના જાહેર સ્થળો જુજ

મોટાભાગના નગર સેવકોની વિકાસની વ્યાખ્યા.....બાંકડા-બ્લોકને સી.સી.રોડના કટકા અને ટ્રીગાર્ડ
file image

Mysamachar.in-જામનગર

જામનગરમા રાજ્યમા દેશમા વર્ષોથી વિકાસ વિકાસ બોલાય છે વિકાસ થાય પણ છે પરંતુ અમુક રીતે જોઇએ તો આપણા શહેરમા મોટાભાગના નગર સેવકોની કે તેમના લગત વર્તુળોની વિકાસની વ્યાખ્યા એટલે સી.સી.રોડ સીસી બ્લોક અને બાંકડા બસ એટલુ જ હોય છે ભલેએ જરૂરી જ છે થવુ જ જોઇએ પરંતુ નાગરીકોનુ આરોગ્ય સૌ પ્રથમ હોવુ જોઇએ તે માટે સ્વચ્છતાનો આગ્રહ પ્રથમ આવે સાથે ગટર યોગ્ય હોય ગંદા પાણી નિકાલ યોગ્ય હોય તે ખાસ જરૂરી છે, સાથે જ જાહેર કચરાપેટી જાહેર કચરા વગેરે બાબતે નિયમિત કામ થવા જોઇએ તેવુ જ અગત્યનુ પીવાના પાણીનુ છે તે ચોખ્ખુને પુરા ફોર્સથી આવવુ જ જોઇએ અને ગટર તેમજ પાણીની લાઇન વગેરે બીજા પાઇપ કેબલ નખાયા બાદ રોડ બનાવા જોઇએ સી.સી.રોડ બનાવા ઉતાવળ ન કરવી જોઇએ,...

પરંતુ કોને ખબર મોટાભાગના નગરસેવકોએ સીસી રોડ ને બ્લોક બાકડાની જ ઉતાવળ કરી હોઇ નાગરીકોની સફાઇ પીવાના પાણી સ્ટ્રીટ લાઇટ વગેરે કામ તો કોરાણે જ રહી ગયા અને આમ ને આમ ટર્મ પુરી થઇ ગઇ હવે પ્રાથમીક સુવિધા પુરી ન થઇ તો દવાખાના માટે લાયબ્રેરી માટે રમતગમત માટે વૃક્ષારોપણ માટે પ્રદુષણ નિયંત્રણ માટે લીકેજને જંતુ ઉપદ્રવ અટકાવવા માટે જાહેર સુવિધાને સુખાકારી માટે નાગરિકોને જે ફરજીયાત સુવિધા જોઇએ તે આપવાનુ જામનગરના નગરસેવકોમાથી મોટાભાગના ચુકી ગયા અને જે ગ્રાંટ કામ સુચવાય નાણા ફાળવાય કામ થાય વગેરેને લગત અભ્યાસ કરતા જોવા મળ્યુ કે મોટાભાગે એસી ટકા પ્રાધાન્ય નગરસેવકોએ સીસી રોડ સીસીબ્લોકને જ આપ્યુ તે જરૂરી ભલે હતુ જ પણ સાથે સાથે બીજી સુવિધાઓ પણ જરૂરી હતી જે ઘણી રહી ગયુ...

આ બધાની વચ્ચે પ્રસંશનીય રીતે અમુક વોર્ડના કોર્પોરેટરોએ કોરોના માટે ગટર પાઇપ માટે ભુગર્ભ ગટર માટે સ્નાનાગૃહ માટે દિવાલ માટે વગેરે માટે પુરેપુરી જેતે વર્ષની ગ્રાન્ટ ફાળવી છે જે અભિનંદનને પાત્ર છે બીજી બાજુ ગ્રાન્ટ લીમીટેડ ઓછી હોય તો બચાવ થાય કે રોડના કામ સીસી બ્લોકના કામ માંડ થઇ શકે પરંતુ જનતાના બીજા કામ કરવા પત્ર લખાય રજુઆત કરાય યોજનાઓ બને તેમા બેસાય સર્વે કરી બધા સાથે મળી ટોટલ ગ્રાંટ ફાળવાય વગેરે રસ્તા બીજા કામ કરવા માટે હોય છે પરંતુ મોટાભાગે જુજ કામપુરતો જ રસ લેવાયો તેમ જાગૃત નાગરીકો શિક્ષીતો સમીક્ષકો સૌએ વિસ્તૃત તારણ નો રિપોર્ટ આપતા આ સમગ્ર અહેવાલ આપ્યો છે તેમજ ઉમેર્યુ છે કે ટ્રાફીક વ્યવસ્થાના અનેક નાના મોટા મુદા અમલ કરાવા માટે તો કોર્પોરેટરો સામુહીક રીતે ઘણુ કરી શક્યા હોત પણ સંગઠીત અને નિયમિત અને પુરતા આગ્રહથી એ દિશામા કશુ ઠોસ થયુ નથી તેમ જણાવ્યુ છે.