ઠંડીએ લીધો પ્રૌઢનો ભોગ, ભિક્ષુકનું મોત

જામનગર શહેરની ઘટના

ઠંડીએ લીધો પ્રૌઢનો ભોગ, ભિક્ષુકનું મોત
symbolic image

Mysamachar.in-જામનગર

હાલારના બન્ને જિલ્લાઓમાં છેલ્લા કેટલાય દિવસોથી જાણે ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હોય તેમ લોકો શિયાળાની ઠંડીનો સામનો કરી રહ્યા છે, કાતિલ પવન અને ઠારને કારણે જનજીવન ખોરવાયું છે. એવામાં જામનગરમાં ઠંડીથી ઠુંઠવાઈ જતા ભિક્ષુક પ્રૌઢનું મોત નીપજ્યાનું પોલીસે જાહેર કર્યું છે, ઠંડીના કારણે ઠુંઠવાઈ જતા મોતના પ્રથમ બનાવમાં જામનગર શહેરમાં પડતી બર્ફીલા પવન અને ઠાર સાથેના વાતાવરણમાં 55 વર્ષના અજાણ્યા ભિક્ષુક એવા પ્રૌઢનું ઠંડીમાં ઠુંઠવાઈ જતા મૃત્યુ નિપજ્યું હોય અજાણ્યા પ્રૌઢની ઓળખ માટે પોલીસે અખબારી યાદી જાહેર કરી છે.